આજે સવારની ઘટના, રીંકલ પાન નામની દુકાનમાં અચાનક ધુવાડાઓના ગોટા નીકળતા દોડધામ મચી, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

હરેશ પવાર
સિહોરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ચા પાનની દુકાનના આગની ઘટના બનતા થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી બનાવને લો સિહોરનો ફાયર કાફલો ઘટના સ્થળે દોડી જઈને પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી અમારા સહયોગી હરેશ પવારે આજે સવારે ટેલિફોનિક વિગતો આપતા જણાવ્યું હતું.

સિહોર પોષ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો પ્રજાપતિની હોસ્પિટલની બાજુમાં આવેલ રીંકલ પાન સેન્ટર નામની દુકાનમાં આજે સવારે અચાનક કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિક ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગના બનાવને લઈ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા સિહોર ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરૂ ધમભા ચાવડા સહિત સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈને પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લઈ ઓલવી નાખી હતી.

બનાવમાં આગ કાબુમાં આવે તે પહેલાં હજારોની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટના શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે આગની ઘટનાને લઈ દૂર દૂર સુધી આગના ગોટાઓ નજરે ચડતા હતા બનાવનમાં માલસામાન ચીજવસ્તુઓને નુકશાન થવા પામ્યું હતું સદનસીબે અન્ય જાનહાની થવા પામી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here