સિહોરના ગઢુલા ગામે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા કરિયાણા કીટ વિતરણ

નિલેશ આહીર
કોરોના મહામારીમાં લોકો ચારેકોર થી શિકાર બની રહ્યા છે. જેમાં રાજ્યમાં જોઈએ તો ભાગ્યેજ જ કોઈ નેતા લોકોની મદદ માટે થઈને રોડ ઉપર ઉતરી ગયો હશે. આવા જ એક નેતાએ પોતાના ગામમાં લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. શિહોર તાલુકાના ગઢૂલા ગામના વતની અને સુરત સ્થિત આહીર સમાજના આગવાન અને ઉદાર દિલ દાતા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ અને પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે ત્યારે આજરોજ ગઢુલા ગામના ૬૦ થી વધારે જરૂિયાત મંદ પરિવારને અનાજ કરિયાણા સહિતની કીટ વિતરણ કરવામાં આવ્યુ આ તકે રઘુભાઈ હુંબલ સાથે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા સહિતના જોડાયા હતા અને હુંબલ પરિવાર દ્વારા કાયમ માટે સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here