ભાવનગરમાં ગણપતિ મહોત્સવની તૈયારીઓને મૂર્તિકારો દ્વારા અપાઈ રહ્યો છે આખરી ઓપ

ગણપતિની મૂર્તિ બનાવનારા મૂર્તિકારોને સરકાર સહાય કરે તેવી માંગ કરાઈ, દર વર્ષે અત્યાર સુધીમાં પચાસ ટકા ધંધો થઈ ગયો હોય છે, તેના બદલે હાલ કોઈ ડોકાતું નથી

બ્રિજેશ ગોસ્વામી
ગણપતિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં જવાહર મેદાન ખાતે ગણપતિ મૂર્તિઓના વેચાણ માટેના તંબુઓ નખાય ગયા છે. મૂર્તિકારોના જણાવ્યાં અનુસાર સરકારની ગાઈડ લાઈન મુજબ 3 થી 4 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. જેમાં અડધા ફૂટની મૂર્તિથી લઈને સાડા ચાર ફૂટની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, જેની કિંમત રૂપિયા 100થી લઈને 5000 સુધીની અવનવી ડિઝાઇનની મૂર્તિઓ છે.

જેમાં લાલબાગ ચા રાજા, ડાયમંડ વાળી મૂર્તિ, મહારાષ્ટ્રીયન, સિધ્ધ વિનાયક, રિધ્ધિ-સિદ્ધિ વાળી મૂર્તિઓ, પાઘડી વાળા ગણપતિ, ગાદી વાળાઓ અને અવનવી અનેક ડીઝાઈનની મૂર્તિઓ ઉપલબ્ધ છે.ભાવનગર શહેરમાં ગણપતિની મૂર્તિઓ બનાવી વેચાણ કરતા પરિવારોની સ્થિતિ કફોડી બની છે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ધંધા-રોજગાર બંધ હતા, ત્યારે હાલ અનલોકમાં પણ મૂર્તિકારોને ગ્રાહકો મળી રહ્યાં નથી. વ્યાજે પૈસા લાવીને જીવન ચલાવતા મૂર્તિકારો પાસે કલરના પૈસા પણ નહીં રહ્યા હોવાનું મુર્તિકારોએ જણાવ્યું હતું. ખાવાના પણ પૂરતા રૂપિયા ન હોવાથી સરકાર કોઈ રાહત આપે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. દરવર્ષે અત્યાર સુધીમાં પચાસ ટકા ધંધો થઈ ગયો હોય છેકોરોનાની ઘણા પરિવારો પર અસર પડી છે.

કોરોનામાં ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરો અને તેના પરિવારો વ્યાજે રૂપિયા લાવીને મૂર્તિઓ બનાવી રહ્યા છે. ત્યારે હવે ગ્રાહકો આવે તેવી આસ મૂર્તિકારો રાખી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને પગલે ગત વર્ષે બનાવેલી મૂર્તિઓ લઈને કલાકારો બેઠા છે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તેમ છતાં ગ્રાહકો હજુ નથી આવી રહ્યા. દરવર્ષે અત્યાર સુધીમાં પચાસ ટકા ધંધો થાય છે, તેના બદલે હાલ કોઈ ડોકાતું નથી અને કારીગરો હવે વિઘ્નહર્તાના સર્જન બાદ તેના જ પાસે પોતાનું વિઘ્ન દૂર કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગત્ત વર્ષે કોરોનાને કારણે મૂર્તિઓ બનાવી શક્યા ન હતા ભાવનગરમાં રાજસ્થાનના મારવાડ તરફથી આવીને આશરે 30 થી 35 વર્ષ પહેલાં વસેલા મૂર્તિકારો મૂર્તિઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

પરંતુ કોરોનાના બે વર્ષમાં આ પરિવારોની હાલત કફોડી બની છે, ગયા વર્ષે કોરોનાને કારણે લોકડાઉન હોવાથી મૂર્તિઓ બનાવી શક્યા ન હતા. જોકે, આ વર્ષે મૂર્તિઓ તો બનાવી છે પણ હજી સુધી જોઈએ એવી મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું નથી.ભાવનગરમાં કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઉત્સવો બંધ હતા. ત્યારે ગણપતિની મૂર્તિ બનાવતા કલાકારો બેરોજગાર બન્યા છે. છેલ્લા ઘણા વર્ષો સુધી POPની મૂર્તિઓ બનાવતા હતા, પણ છેલ્લા પાંચ વર્ષથી તેઓ માટીની મૂર્તિઓ બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here