કોરોના કારણે મોટાભાગના આયોજનો રદ, ધોળકીયા શેરી, પ્રગટેશ્વર રોડ, ટાવરચોક સહિતની જગ્યાઓ પર થતા ગણપતિ ઉત્સવના મોટા આયોજન બંધ


ગૌતમ જાદવ
સિહોરમાં ગણપતિ મહોત્સવમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને શહેરમાં અનેક જગ્યાઓ પર થતા મોટા કાર્યક્રમ ધોળકીયા શેરી, પ્રગટેશ્વર રોડ, ટાવરચોક સહિતની જગ્યાઓ પર થતા ગણપતિ ઉત્સવના મોટા આયોજન બંધ રાખવાનો આયોજકોએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજુ તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતા તહેવારોની ઉજવણી ફિક્કી પડી છે સાથે જ તહેવારને લઈને વેચાતી વસ્તુઓના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. એકાદ દિવસ બાદ શરૂ થતા ગણપતિ મહોત્સવમાં પણ આ વર્ષે દર વર્ષ જેવો માહોલ નથી જેના કારણે સુરતનું સિહોરની બજાર કે જ્યાં દરેક તહેવારને લગતી વસ્તુઓ મળે છે.

તે દુકાનો પણ સુનકાર જોવા મળે છે વર્ષો થી આ બજારમાં વેપાર કરતા વેપારીઓને પણ આ વર્ષે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.સિહોર ગણપતિ મહોત્સવ ખુબજ ધામધૂમપૂર્વક મનાવવા માં આવે છે. બાપ્પાના આગમનથી લઈને બાપ્પાની વિદાય સુધીના દિવસોમાં ઢોલ નગારા અને ત્રાંસાના અવાજથી શેરી મહોલ્લાઓ ગુંજી ઉઠે છે અને ગણપતિજીના આગમન માટેના ઢોલ નગારા ત્રાંસાથી લઈને વિવિધ પ્રકારના વસ્તુઓ માટે સિહોરનું બજાર ધમધમતું રહે છે.

પરંતુ આ વર્ષે કોરોનાનાના કારણે આ બજારમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે ગણપતિ મહોત્સવમાં સરકાર દ્વારા આ વર્ષે મોટા મંડપ નહીં બાંધવા, મોટી મૂર્તિના બેસાડવી તેમજ ભીડ ભેગી ના કરવી તેવો નિર્ણય લેવાયો છે. તેથી લોકો પણ આ વખતે નિરાશ જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here