સિહોર ૫૬ કરોડ ગટર પ્રોજેકટના કૌભાંડ મામલો રાજ્યના મંત્રી કુંવરજીભાઇ સુધી, નગરસેવકોને ગાંધીનગર તેંડુ

હરેશ પવાર
ભાજપના બે નગસેવકો રાજ્યના મંત્રી કુંવરજીભાઇનો થોડો સમય લઈ સમગ્ર પ્રોજેકટ વિશે માહિતગાર કર્યા, કુંવરીજીભાઈએ કહ્યું બુધવારે ગાંધીનગર રૂબરૂ આવો, હવે બે નગરસેવકો બુધવારે ગાંધીનગર જશે, થાય ઇ ખરુ…

સિહોરના ૫૬ કરોડ ગટર પ્રોજેકટ વિવાદનો કેડો મુકતું નથી નગરપાલિકા સાધારણ સભામાં પણ તપાસના ઠરાવો થયા હોવા છતાં માત્ર તપાસના નામે નાટકો ચાલતા હોઈ તેવું લાગે છે ૫૬ કરોડના ગટર પ્રોજેક્ટ પછી પણ સિહોર શહેરમાં હાલમાં કોઈ પેચીદી સમસ્યા હોય તો તે ગટર ઉભરાવવાની છે માટે આ પ્રોજેકટમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર થયો હોવાનું આખે દેખાઈ છે છતાં તપાસના નામે ડીંડક થયા રાખે છે ખેર લખવા બેસીએ તો બહુ બધી વરાળો નીકળે એમ છે મુદ્દાની વાત પર આવીએ તો સિહોર ખાતે આજે પાણી પુરવઠા વિભાગ દ્વારા બંધન ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિભાવરીબેન દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમ પુણ્ય થયો બાદમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે ભાજપના બે નગરસેવક દીપશંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ રૂબરૂ મળીને ૫૬ કરોડના ગટર પ્રોજેક્ટની રજૂઆતો કરી હતી ગટર પ્રોજેકટની ઝીણવટ ભરી વિગતો રાજ્યના મંત્રીને નગરસેવકોએ આપીને કેટલાંક સવાલો ઉપસ્થિત કર્યા હતા આખરે રાજ્યના મંત્રી કુંવરજીભાઈએ બન્ને નગરસેવકોને તાકીદે બુધવારે ગાંધીનગર ખાતે બોલાવાયા છે તમામ વિગતો સાથે ગાંધીનગર ખાતે રૂબરૂ આવવા માટેનું સૂચન કર્યું છે ત્યારે તંત્રના માળિયે કાગળ પર બનેલી પથરાયેલી ૫૬ કરોડની ગટર પ્રોજેકટ ધૂળ ખાઈ છે તે ફરી નીચે ઉતારીને યોગ્ય તપાસ થાય તો કેટલાકના રોટલાઓ અભડાઈ જાય તે નક્કી..નગરસેવકો બુધવારે ગાંધીનગર જવાના એ પણ નક્કી..થાઈ ખરું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here