બંધન પાર્ટી પ્લોટ અને ગળપુલે મહિલા મંડળમાં જબદરસ્ત આયોજન

દેવરાજ બુધેલિયા
જગત જનની મા જગદંબાની આરાધના કરવાનું આસો નવરાત્રીમાં અપરંપરા મહિમા ગવાયો છે. ભાવિકો વ્રત – જપ – તપ – અનુષ્ઠાન કરીને નવરાત્રી મહાપર્વ ઉજવે છે. તો પ્રાચીન ગરબીમાં અવનવા રાસ રમી બાળાઓ માતાજીને વીનવે છે મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો..શહેરના બંધન પાર્ટી પ્લોટ અને ગળપુલે મહિલા મંડળમાં આસો નવરાત્રીનું ભવ્ય ભકિત ભીનુ આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં રાસની રમઝટ બોલે છે.

જેને નિહાળવા ભાવિકો ઉમટે છે. નવલા નવરાત્રિના જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ રાજકોટિયન્સોનો ઉત્સાહ બમણો થતો જાય છે.ગઇકાલે પાંચમા નોરતે આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરશુરામ ગણપુલે મહિલા મંડળ દ્વારા એક દિવસ માટે પરશુરામ ગણપુલે મહિલા મંડળના બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં સિહોર પોલીસ સ્ટેશનના અધિકારી કે ડી ગોહિલ જયેશભાઈ ધોળકિયા પ્રદીપભાઈ કળથીયા, શ્રીકાંતભાઈ દેસાઈ, વગેરે હાજર રહ્યા હતા તેમજ સિહોર કારડીયા રાજપુત સમિતિ દ્વારા માં ભવાની આધ્યા શક્તિ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજપૂત સમાજના નામાંકિત ડોક્ટર આર જે યાદવ ડોક્ટર સહદેવસિહ ચૌહાણ ડોક્ટર મોરી સાહેબ ડોક્ટર હરદેવ ભાઇ મોરી સિહોર પોલીસ સ્ટેશનના ધીરુભાઈ ચૌહાણ હરદેવભાઈ વાળા, જયરાજભાઇ મોરી, ઘનશ્યામભાઈ મોરી, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here