તંત્રની અણઆવડત અને જાળવણીના અભાવે દશા અવદશા, મનોરંજન તેમજ રમત-ગમતના સાધનો ફકત નામના, લાંબા સમયથી ફૂવારા બંધ હાલતમાં

બ્રિજેશ ગોસ્વામી
એકાદ લાખની વસ્તી ધરાવતા સિહોર શહેરમાં એક પણ ફરવાલાયક બાગ કે બગીચા નથી હાલ જે બે બગીચા છે તે પણ તદ્રન જર્જરીત હાલતમાં છે  તેથી નાગરિકોમાં નગરપાલિકાના સત્તાધીશોની કાર્ય પધ્ધતિ સામે ભારે આક્રોશની લાગણી જન્મી છે.સિહોર શહેરમાં બે બગીચાઓ છે

જેમાં એક ભાવનગર રોડ ઉપર ત્રીકોણીયો બાગ અને એક જુના સિહોરમાં સુખનાથ મંદિર પાસે એમ બે બગીચાઓ આવેલા છે જે ફકત કહેવાના જ બગીચા છે આ બગીચાઓમાં લાંબા સમયથી ફૂવારા બંધ હાલતમાં છે બાળકો માટે હિંચકાઓ નથી ચકડોળ નથી લપસીયા નથી એટલુ જ નહિ રમતગમતના સાધનો પણ નથી વૃધ્ધો,બાળકો કે મુલાકાતીઓને વિશ્રાંતિ માટે બેસવાના પુરતા બાકડાઓની સુવિધાઓ નથી.

તેમ છતાં આ બંને બગીચાઓની ૨૪ કલાક રખેવાળી માટે પાલિકા દ્વારા ચોકીદારને પગાર ચૂકવાય છે આ બંને ખંડેર જેવી હાલતના બગીચાઓમાં શહેરીજનો તેમના બાળકોને ફરવા માટે લાવતા પણ અચકાય છે બાગ બગીચાઓની જેમ શહેરની શોભા વધારતા સર્કલોની પણ અવદશા થઈ રહી છે. દરેક સર્કલોમાં બાવળ,ઝાડી ઝાંખરા આડેધડ ઉગી નિકળ્યા છે. એટલુ જ નહિ સર્કલોની જાળીઓ પણ  તૂટી જવા પામેલ છે.

સર્કલોની અંદરની રંગબેરંગી લાઈટો બંધ થઈ જવા પામેલ છે, ફૂવારાના નામોનિશાન રહ્યા નથી તંત્ર કે સત્તાધીશોની અણઆવડત અને જાળવણીના અભાવે  બાગ,બગીચા અને સર્કલોની અવદશા થતા સિહોરવાસીઓમાં સખ્ત નારાજગી જોવા મળી રહી છે. સિહોરના વિકાસ માટે દર વર્ષે નીયમીતપણે જુદા જુદા હેડ પેટે કરોડોની ગ્રાન્ટ તો આવે છે તેમ છતા બાગ,બગીચા અને સર્કલો શહેરની શોભા વધારવાના બદલે ઘટાડતા હોય રહિશોમાં રોષ વ્યાપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here