છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે તળાવમાં અડધો ફૂટની આવક, ગૌતમેશ્વર સપાટીમાં વધારો, જળાશયોના તળ ઉંચા આવશે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
સિહોરની પ્રજાનો જીવ સમા ગૌતમેશ્વર તળાવમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે ઉપરવાસના વરસાદને કારણે નવા નીરની આવક થવા પામી છે જેને લઈ શહેરમાં ચોમેર આંનદ છવાયો છે ગતવર્ષની જેમ આ વર્ષે સિહોર અને પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ગૌતમેશ્વર તળાવની છેલ્લા ચાર દિવસથી ધીમી આવક શરૂ થતાં લોકોને રાહતની આનંદની લાગણી જન્મી છે.

છેલ્લા ત્રણ દિવસથી સિહોર તાલુકાના કાજાવદર, જાંબાળા, સર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાઓના કારણે સારો વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવમાં નવા નીર આવ્યા છે તળાવમાં ૧૫ ફૂટ સપાટી હતી અડધો ફિટ વધી જતાં સપાટી ૧૫.૫ સુધી પોહચી છે જે સિહોરવાસીઓ માંટે આનંદમાં સમાચાર છે વરસાદી રાઉન્ડ સારો આવે તો ગત વર્ષની જેમ ગૌતમેશ્વર ઓવરફ્લો થવાના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે અને ફરી જમીનના તળ ઉંચા આવવાની આશા જીવંત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here