છેલ્લા એક એક વર્ષથી ઘેરહાજર કર્મીઓ આવતા 5 દિવસમાં હાજીર હો, હોમગાર્ડ અધિકારી રાજુભાઇ ડોડીયાએ તમામને નોટિસ ફટકારી

હરિશ પવાર
સિહોર હોમગાર્ડ અધિકારીએ આખરી ચેતવણી આપી અનિયમિત હોમગાર્ડઝ જવાનોને ફરજમાં હાજર થવા તાકીદ કરી છે સિહોર હોમગાર્ડઝ યુનિટ ખાતે ચાલુ રોલ પરના અનિયમિત જવાનોને સિહોર હોમગાર્ડ કમાન્ડર રાજુભાઈ ડોડીયા દ્વારા ખાસ ચેતવણી સાથે તાકીદ કરવામાં આવી છે કે વડી કચેરી દ્વારા હોમગાર્ડ યુનિટ સિહોરની કચેરીને હુકમ કરવામાં આવેલ છે કે જે જવાનો છેલ્લા એક વર્ષથી કોઈપણ પરેડ કે ફરજ પર આવેલ નથી અને વર્ષ દરમિયાન કોઈપણ બંદોબસ્તમાં પણ હાજર થયેલ ન હોય તેઓ ને આખરી નોટીસ દ્વારા જાણ કરવા માં આવે છે, કે દિવસ ૫ માં યુનિટ કચેરી ખાતે પરેડ અને ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવેલ છે, અન્યથા તેમના નામો હોમગાર્ડ યુનિટ દળ માંથી કમી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.જે અંગે સિહોર હોમગાર્ડ કમાન્ડર રાજુભાઈ ડોડીયા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે ઉલ્લેખનીય છે હોમગાર્ડ અધિકારીની નોટિસ કાર્યવાહીના પગલે બેદરકારી રહેલા કર્મીઓમાં ફફડાટ વ્યાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here