સિહોરના બસ્ટેન્ડ પાસેથી આરઆરસેલના હાથે ઝડપાયો, શાહરૂખ મૂળ થરાદનો છે અને હાલ ભાવનગર રહે છે, જોતા એવું લાગે કે ગોરખધંધા માટે રહેઠાળ બદલાવ્યું હશે, અશોક ચાવડા જેઓ પેરોલ પર છૂટી નાસ્તો ફરતો હતો, મૂળ સુરકાનો છે

દેવરાજ બુધેલીયા
છેલ્લા થોડા સમયથી જિલ્લા પોલીસે નાસ્તા ફરતા શખ્સોને ઝડપી પાડવાની ઝુંબેશ તેજ બનાવી છે જુના ગુન્હામાં ફરારોને પકડી પાડી લોકઅપ પાછળ ધકેલીને કાર્યવાહી કરવા ભાવનગર જિલ્લાની પોલીસ સક્રિય બની છે ત્યારે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના આદેશના પગલે ભાવનગર આરઆરસેલ અધિકારી રોહિત બાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોર અને ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં ફરાર શાહરુખ ઉર્ફે બાઠીયો સલીમ શેખને ઝડપી સિહોર પોલીસમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી ખૂન કેસમાં પેરોલ પર છુટેલ નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો છે અશોકભાઈ બચુભાઈ ચાવડા રહે મોટા સુરકા જેને એલસીબી સ્ટાફે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે આમ એલસીબી અને આરઆરસેલ દ્વારા નાસ્તા ફરતા શખ્સોને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here