સંગીત સંધ્યા સાથે જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારોનો શપથગ્રહણ યોજાયો, શહેરના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન

હરેશ પવાર
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા નવનિયુક્ત હોદેદારો નો શપથ સમારોહ સિહોરના માળી પાર્ટી પ્લોટ ખાતે તા. ૨૫/૭/૨૧ ને રવિવારે યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે વરાયેલ નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી નિકિતાબેન અનિરુદ્ધભાઈ પંડ્યા અને સેક્રેટરી શ્રીમતી મીનલબેન મધુરભાઈ લાલાની તથા સાથી નવનિયુક્ત હોદેદારો એ શપથ લીધા હતા.

શપથ સમારોહ સાથે જાયન્ટ્સ ગ્રુપના ૪૧ વર્ષના મંગળ પ્રવેશ નિમિતે સંસ્થામાં સતત ૩૦ વર્ષથી સંકળાયેલા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપના સેન્ટ્રલ કમિટીના હોદેદારો ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અહીં શપથ સમારોહમાં સિહોર જાયન્ટ્સ ગ્રુપના હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી સંગીત સંધ્યા સાથે યોજાયેલ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here