જીઆઇડીસી વિસ્તારમાં વેકટર કન્ટ્રોલ ટીમે ચેકીંગ હાથ ધરી માર્ગદર્શન આપ્યું, આવતા દિવસોમાં સર્વેલન્સ સઘન બનાવાશે. ફોગીંગ જેવા પગલા લેવાશે .તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સ્થળ પર જ પોરાવાળા પાત્રો ને નાશ કરવાયો.


હરેશ પવાર
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઝુંબેશ શરૂ છે સિહોર શહેરમાં ૯૦ વેકટર કન્ટ્રોલ ટીમો દ્વારા ઘેર ઘેર સર્વેલન્સ કરવામાં આવે છે .ભંગાર -ટાયર દૂર કરવા ચકલાં ની કુંડી – ટાંકી સાફ કરાવવા ફ્રીઝ ની ટ્રે વગેરે સાફ કરવુ લીમડો ધુમાડો કરવો અને પાણી ની દરેક પાત્રો ઢાંકી ને રાખવા તેવી સલાહ સલાહ સુચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અન્વયે જિલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીચા.દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરેલ તેમજ ટીમો ને સખ્ત રીતે ચેકિંગ કરવા ની સાથે ટીમો ને માર્ગદર્શન અપાયું હતું અને પોશવાળા પાત્રો ને પાણી ઢોળાવી તેમજ નકામા પાત્રો ને સ્થળ પર નાશ કરાયો હતો આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર જયેશભાઇ વકાણી તાલુકા હેલ્થ સુપર વાઇઝર અનિલભાઈ પંડિત (ચાણક્ય).તેમજ યુનિટ ના સાજનભાઈ હાડગરડા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here