સુવર્ણ ખરીદીને લાગશે કોરોનાનું ગ્રહણ-બંને સારા મહુર્તનો લોકડાઉનમાં ભોગ

દર્શન જોશી
થોડા દિવસ પહેલા અક્ષય તૃતીયા એટલે અખાત્રીજનું વણજોયું મુહૂર્ત લોકડાઉનમાં જ બંધ બારણે પસાર થયું. ત્યારે આવતીકાલે ગુરુવારે ફરી ગુરુપુષ્ય નક્ષત્ર યોગ સર્જાયો છે. સુવર્ણ ખરીદી અને પૂજા વિધિ માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ ઉત્તમ ગણાતો યોગ પણ લોકડાઉન ની વચ્ચે જ આવ્યો છે. આ દિવસે સુવર્ણની ખરીદી માટે ઉત્તમ માનવામાં આવે છે ત્યારે સોની વેપારીઓને માટે બંને મહુર્ત ઉપર કોરોના નું ગ્રહણ લાગ્યુ હોવાથી વેચાણમાં મોટો ધક્કો લાગશે.કેમ કે આ બંને મહુર્તમાં લોકો સુવર્ણની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે.

સુવર્ણ ખરીદી ઉપરાંત પૂજા વિધિ માટે પણ આ યોગનું મહત્વ રહ્યું છે. ત્યારે ભૂદેવો દ્વારા લોકડાઉનને લઈને પૂજા વિધિ વિધાન ઉપર પણ બ્રેક લાગી ગઈ છે. આ મહિનામાં આવેલા બંને ઉત્તમ યોગથી પ્રજા પણ ખરીદીથી વંચીત રહી ગઈ છે. એટલે આ જોતા એમ કહીએ કે સુવર્ણ ખરીદી ઉપર કોરોનાએ ગ્રહણ લગાવ્યું છે તો પણ ના નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here