કોલેજની N.S.S વિભાગે ગરીબો માટે ગરમ કપડાઓ નિજાનંદ સંસ્થાને અર્પણ કર્યા
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા દરેક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. 31મી ડિસેમ્બર ની ઉજવણી લોકો વિદેશી સંસ્કૃતિને અપનાવીને કરતા હોય છે ત્યારે સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે તેમજ યુવાનોમાં દેશની સંસ્કૃતિ ની જાગૃતતા લાવવા માટે થઈને કોલેજની વિદ્યાર્થીનીઓ ભારતીય પરિધાનમાં સજ્જ થઈને 31મી ડિસેમ્બર ની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં કોલેજની N.S.S પાંખ દ્વારા કોલેજની વિદ્યાર્થીનિઓ પાસેથી જુના ગરમ કપડાઓ એકઠા કરવામાં આવ્યા હતા.
હાડ થિજાવતી ઠંડીમાં જરૂરિયાત મંદો તેમજ ગરીબ લોકો સુધી આ ગરમ કપડાં પહોંચે તેવા એક ઉમદા હેતુ સાથે એક અનોખી ઉજવણી કોલેજ દ્વારા કરવામાં આવી હતી. સિહોરમાં ગરીબ પરિવારોને મદદ કરતી નિજાનંદ પરિવાર સંસ્થાને અર્પણ કર્યા હતા. અહીં આ ઉજવણી પ્રસંગે ડો.જયેશભાઇ વંકાની(તાલુકા હેલ્થ ઓફિસર), ડો.વિજયભાઈ કામળિયા મેડિકલ ઓફિસર, નિજાનંદ પરિવારના અનિલભાઈ પંડિત,મધુબહેન મહેતા તથા પલબહેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. અહીં કાર્યક્રમ ને સફળ કરવા કોલેજ પરિવાર તથા NCC ની ટિમ દ્વારા જહેમત ઉઠાવી હતી.