“હાથ વખાણું હોય, કે વખાણું દિલ વાણિયા,કલમ વખાણું હોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ”

હરેશ પવાર
ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કસુંબલ સાહિત્યકાર મેઘાણીથી અપરિચિત હોય. ઝવેરચંદ મેઘાણી આપણને દાયજામાં સોનાથીય મોંઘી એવી સાહિત્યની જણસ આપતા ગયા છે કે એને વાગોળવામાં જ જન્મારો પૂરો થાય… આજરોજ સિહોર ની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા- 28 ઓગસ્ટના રોજ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતી નિમિત્તે મેઘાણી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મેઘાણીના પગલે ચાલીને મેઘાણીને જાણ્યાં છે તેવા પાલીતાણા ના વતની એવા રણછોડભાઇ મારું અમારાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.જેમણે મેઘાણીનાં જીવન અને તેનાં સાહિત્યની વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમ નું સંચાલન વિધાર્થિની ઓ દ્વારા કરવામાં આવેલ જેમાં ઝવેરચંદ મેઘાણી ના ભગત એવા રણછોડભાઈ મારું અતિથિ વિશેષ તરીકે આને કોલેજના ડૉ .દિલીપ ભાઈ જોષી તેમજ કોલેજ ના પ્રિન્સીપાલ યોગેશભાઈ જોષી . પ્રો.અક્રમભાઈ સહિત ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here