સિહોર પીવાના પાણી માટે આશીર્વાદરૂપ ગૌતમેશ્વર તળાવ છલક સપાટીએ, નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્રની ચેતવણી

હરેશ પવાર
સિહોર શહેરને પીવાના પાણી માટે આશીર્વાદ સમાન ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૬ ફૂટે પોહચી છે અને ઓવરફ્લો થવાનો આશાવાદ જાગ્યો છે બીજી બાજુ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા ચેતવણીઓ આપવામાં આવી છે સિહોરનું તળાવ છલક સપાટીએ છે ત્યારે નગરપાલિકા દ્વારા એક અગત્યની જાહેર ચેતવણી લોકોને આપવામાં આવી છે સિહોર શહેરને પુરૂ પાડતું ગૌતમેશ્વર તળાવની સપાટી છલકાય જવાની તદન નજીક છે તેમજ ઉપરવાસના વિસ્તારમાંથી પાણીની આવક શરૂ છે .

હાલમાં વરસાદી હવામાન હોવાથી વધુ વરસાદ પડશે તો સિહોર શહેરનું ગૌતમેશ્વર તળાવ કોઈપણ સમયે છલકાય જાય તેવી સંભાવના હોવાથી ગૌતમેશ્વર તળાવ નીચેના ગૌતમી નદીના કાંઠા વિસ્તારમાં લોકોએ અવર જવર કરવી નહી . તેમજ ગૌતમી નદી પસાર થાય છે તેની આજુ બાજુમાં આવેલ વિસ્તારના લોકોએ નદીના પટમાં ન જવા તકેદારી રાખવા આથી નાગરીકોને જાહેર ચેતવણી નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here