છેલ્લા આઠ દિવસથી સિહોર સહિત જિલ્લામાં અષાઢી માહોલ, સતત ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, ગૌતમેશ્વરમાં ૩ ફૂટની સપાટી વધી

દેવરાજ બુધેલીયા
સિહોરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં ૩ ફૂટ નવાનીરની આવક થતા સપાટી ૧૮ ફૂટે પોહચી છે અને હજુ પણ પંથકમાં સતત વરસાદી વાતાવરણના કારણે ધીમીગતિએ આવક શરૂ હોવાનું જાણવા મળ્યું છે આ વર્ષે ચોમાસા વરસાદની ઋતુમાં અષાઢ કોરોધાકોડ રહ્યા બાદ શ્રાવણ અને ભાદરવામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મોટાભાગના જળાશયોમાં આવક થઈ છે અને જેથી લોકોમાં રાહતની લાગણી જન્મી છે સિહોર સાથે પંથકના અનેક ગામોમાં સારો એવો ધીમીધારે વરસાદ છેલ્લા દિવસોમાં વરસ્યો છે.

જેના પગલે શહેરની જીવાદોરી સમાં ગૌતમેશ્વર તળાવની સપાટી ૧૮ ફૂટ આજુબાજુ પોહચી છે હળવા ભારે ઝાપટા ચાલુ રહ્યા છે બીજી તરફ અનેક ગામોમાં વરસાદ પડતાં શહેરની મુખ્ય જીવાદોરી સમાં ગૌતમેશ્વર તળાવની સપાટી વધી છે અષાઠ કોરોધાકોડ રહ્યા બાદ શ્રાવણ ઉતરતા અને ભાદરવામાં મેઘરાજાએ મહેર કરી છે જેથી ખેડૂતોમાં જીવમાં જીવ આવ્યો છે ભાદરવાના પ્રારંભે હાલ ભરપૂર દેખાઈ રહ્યો છે.

ગત વર્ષે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયા બાદ સપાટી ૧૫ ફૂટે આવીને અટકી પડી હતી જોકે અષાઠ કોરોધાકોડ રહ્યા બાદ લોકોમાં ચિંતા જન્મી હતી પરંતુ કુદરત મહેરબાન થતા સતત વરસાદી માહોલના કારણે જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં ૩ ફૂટની આવક વધી છે હાલ સપાટી ૧૮ ફૂટે પોહચવા આવી છે ત્યારે લોકોમાં એક અનેરો આનંદ અને ખેડૂતો ખુશખુશાલ નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here