કાર્ડ કાઢવાની કામગીરી આજથી રાબેતા મુજબ શરૂ થઈ, હવે સરકારી હોસ્પિટલમાંથી જ માં કાર્ડ નીકળશે, લોકોને ધરમધક્કા નહિ થાય

હરેશ પવાર
માં કાર્ડને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માં કાર્ડ કાઢી આપતી એજન્સીઓમાં મા કાર્ડની નોંધણીની અને કાર્ડ રીન્યુ કરી આપવાની કામગીરી જૂન મહિનાથી બંધ કરવામાં આવી છે. માં કાર્ડની નોંધણી કરતી એજન્સી રદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મા કાર્ડની તમામ કામગીરી માટે સરકારી હોસ્પિટલ,સામૂહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કરવાનો નિર્ણય કર્યો છે.

જે કામગીરી આજથી સિહોર ખાતે રાબેતા મુજબ શરૂ થઈ છે અને હવેથી સરકારી હોસ્પિટલ ખાતે માં કાર્ડ નીકળી શકશે જોકે માં કાર્ડ બનાવવાની કામગીરી છેલ્લાં ઘણા દિવસોથી બંધ કરી દેવામાં આવી હતી તેના કારણે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો મા અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરાતાં જરૂરતમંદો અટવાઈ ગયા હતા બંધ સેન્ટરની મુલાકાત લઈ લઈ સીનીયર સીટીઝનોથી માંડી અન્ય લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો ત્યારે સિહોર ખાતે અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ફરી શરૂ થઈ છે.

જેથી જરૂરીયાતવાળાઓને આરોગ્ય વિષયક સેવાઓ લાભ મળી શકશે કોરોનાની બીજી લહેરમાં તો કોરોના સામેના જંગમાં જરૂરી દવા,ઈન્જેકશનો અને છેલ્લે ઓકસીજનની પણ ભારે તંગી વર્તાતા અસુવિધાથી પણ કેટલાક દર્દીઓને શ્વાસનું સંકટ સર્જાતાં દમ તોડયો હતો.આ બધી જ પરેશાનીઓ,વ્યથા અને પીડામાં રાહત રૂપ સરકારી યોજના હેઠળનું મા અમૃતમ કાર્ડ આર્શીવાદરૂપ નીવડી રહયું હતું જે કામગીરી ફરી સિહોરના સરકારી હોસ્પિટલ ખાતે રાબેતા શરૂ થઈ છે જેથી લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here