લો બોલો કરો વાત : સિહોર સરકારી હોસ્પિટલમાં જનરેટર તો છે પરંતુ “સારાવાર” ના દિવસે જ ચાલુ થાય છે

દેવરાજ બુધેલિયા
બે વર્ષની અંદર કોરોનાએ દેશના આરોગ્ય તંત્રની નબળી કામગીરી બહાર ઉઘાડી પાડી દીધી છે છતાં હજુ અમુક સરકારી દવાખાનાઓ માં સવલતો ઉભી થવામાં સરકાર કોની રાહ જોઇને બેઠી છે એ જ ખબર નથી પડતી.સિહોરની સીએસસી હોસ્પિટલમાં ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત હોય ત્યારે પ્રથમ તો સિહોરની સરકારી હોસ્પિટલને ખાસ કરીને નવી બનાવવાની જરૂરિયાત હોય ત્યારે હાલમાં સિહોરમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ટીમની કામગીરી સારી હોય

ત્યારે સિહોર સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સોનોગ્રાફી મશીન પણ નથી ખરેખર સિહોરની સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં રોજના ૨૦૦ થી ૩૦૦ કેસ જોવામાં આવી રહ્યા છે ત્યારે ક ઘણા સમયથી સોનોગ્રાફી મશીન ની માગણી પણ કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સોનોગ્રાફી મશીન આપવામાં આવ્યું નથી. ત્યારે ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ ઊભી થઇ છે તેમાં સિહોરની સરકારી હોસ્પિટલમાં અવાર નવાર લાઈટ જવા આવવાના બનાવ બનતા હોય છે

જ્યારે સિહોર ની સરકારી હોસ્પિટલમાં જનરેટર તો છે પણ તે શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યું છે. જનરેટર ને શરૂ કરો એટલે થોડીવારમાં જ તે જનરેટર બંધ થઈ જાય છે . અત્યારે હાલ મા સરકારી હોસ્પિટલમાં કોઈપણ ઓપરેશન કામગીરી ચાલુ હોય ત્યારે લાઈટ જતી રહે ત્યારે જનરેટર થતું નથી અને દર્દીઓને જીવનમાં જોખમમાં પડે છે તારે હાલની પરીસ્થીતી જનરેટર બંધ પડેલ છે

ત્યારે અત્યારે પણ સરકારી હોસ્પિટલ દર્દીઓ લાઈટ વગરના હેરાન થઇ રહ્યા છે ત્યારે આવતા દિવસોની અંદર તાત્કાલિક ધોરણે સિહોર સરકારી હોસ્પિટલને એક સોનોગ્રાફી મશીન અને એક નવું જનરેટર તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે તે પણ એક લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here