સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ફોર્મ ઉપાડવા ઉમેદવારોનો ભારે ઘસારો, અધધધ 252 ફોર્મ ઉપડ્યા, સરપંચ અને સભ્ય બનવા રીતસર હોડ લાગી

હરેશ પવાર
સિહોર સાથે જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ફોર્મ ઉપાડવા ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જ્યારે સિહોરને અડીને આવેલા ગામોમાં ચૂંટણી લડવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં સિહોર પંથકની ગ્રામ પંચાયત ચૂંટણીમાં 252 ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે સિહોર સહિત જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની યોજનાર ચૂંટણીઓ માટે હવે નામાંકન પત્રો ભરવાનું શરૂ થઈ ગયું છે.જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

પાંચ ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને એક મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી છે. અધિકારીઓ પાસેથી અલગ અલગ ગામોના સરપંચ અને સભ્યોની દાવેદારી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરું કરી દીધું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરીએ પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઉપાડવાનું શરૂ કરી દીધું છે.જેમાં સિહોર તાલુકામાં અત્યાર સુધીમાં 252 ફોર્મ ઉપડ્યા છે ત્યારે સરપંચ અને સભ્યો બનવા રીતસર હોડ જામી છે દાવેદારીના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here