સિહોર ભાવનગર સહિત રાજ્યમાં ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ, આ જ સ્થિતિ રહી તો નવરાત્રી પણ નહીં થાયઃ મુખ્યમંત્રી રૂપાણી

મિલન કુવાડિયા
હાલ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. દરરોજ ૧૧૦૦ જેટના નવા કેસો નોંધાઈ રહ્યા હોવાથી સરકારે ઓગસ્ટ મહિનાના તહેવાર મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લઈ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ રાખવામાં આવશે. ભાદરવી પૂનમ, જન્માષ્ટમી, સંવત્સરીની ઉજવણી થશે નહીં. તેમજ તાજિયા જુલુસ પણ યોજાશે નહીં, જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો નવરાત્રી પણ નહીં થાય. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, આ તહેવારો ઉજવવા જોઈએ નહીં.

બોક્સ..
સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરેઃ મુખ્યમંત્રી

આ અંગે મુખ્યમંત્રીએ રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસોની સમીક્ષા કરવા ગયા ત્યારે જ સંકેત આપી દીધો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરે. નવરાત્રીમાં આવી જ પરિસ્થિતિ હશે તો નહીં થવા દઈએ બાકી ત્યારે પરિસ્થિતિ જોઇને આગળ વધીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here