હજારો કારીગર વર્ગને આર્થિક સંકડામણ, ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે ભરતકામ, સીલાઇ કામ કરી ગુજરાન ચલાવતી ગૃહિણી માટે પણ કોરોના વિલન

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીએ માત્ર પરિવાર કે ઘરનું જ બજેટ નહીં પણ તમામ કક્ષાએ બજેટ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે જેની અસરથી સામાજિક-ધાર્મિક તહેવારો ઉત્સવો પણ બાકાત રહ્યાં નથી. હજુ સંક્રમણના કેસો વધતા જાય છે ત્યારે આવનારી આસો માસની નવરાત્રિ પણ સુમસાન બને તેવી સંભાવના છે જેની એક અસર ચણીયાચોળીના વેપાર ઉપર પણ પડશે. સરકાર દ્વારા નવરાત્રિના આયોજનની છુટ નહીં અપાય તો ચણીયાચોળીના (ભરતકામ) વેપારીની સ્થિતિ નાજુક આર્થિક ફટકો પડશે. આસો માસમાં માતાજીના નવલા નોરતા આવે છે જેમાં માઇભક્તો માતાજીની ભક્તિ કરતા હોય છે. ખેલૈયા મન મુકી ગરબા લેતા હોય છે ત્યારે અત્યારે કોરોનાને લઇ સામુહિક છુટો હતી નહીં પરંતુ અનલોક-૪માં ૧૦૦ વ્યક્તિને લઇ ધાર્મિક, સામાજિક મેળાવડા પ્રસંગની છુટ સરકાર દ્વારા આપવામાં આવી છે તેને લઇ દર વર્ષની જેમ નવરાત્રિના આયોજકો પણ મુંઝવણમાં મુકાયા છે અને કાર્યક્રમો નહીં કરવા પણ જણાવ્યું છે ત્યારે યુવતીની મનપસંદ ચણીયાચોળીના વેપારીના શ્વાસ અધ્ધર થઇ ગયા છે જ્યારે ભરતકામ કરતી મહિલા, દરજી, ધોબી જેવા લોકોને રોજગારી મળે, વેપારીની આર્થિક સ્થિતિ સુધરે નહીતર ચણીયાચોળી બનાવનાર વેપારીને બનેલ તૈયાર માલ અમુક ટકા પડયો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here