ઇન્ટરસિટી ટ્રેનો શરૃ ન થતા સિહોર પાલીતાણા ભાવનગર વચ્ચે રોજરોજ નોકરી માટે અપડાઉન કરતા નોકરીયાતો અને કારીગર વર્ગ પરેશાન

દેવરાજ બુધેલીયા
કેન્દ્ર સરકારે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરી છે. જ્યારે પેસેન્જર અને ઇન્ટરસિટી જેવી ટ્રેન સેવા હજુ શરૃ કરી નથી. આ સેવા ક્યારે શરુ થશે કે હજુ નક્કી નથી. પરંતુ અન્ય તાલુકામાં કે શહેરોમાં નોકરી કે કામકાજ માટે જતા કારીગર અને નોકરિયાત વર્ગને બહુ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આજીવિકા મેળવવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ વધુ પૈસા આપીને કરવો પડી રહ્યો છે.ભાવનગર પાલીતાણા સિહોર ધોળા ઉમરાળા આજુબાજુ રોજેરોજ સંખ્યાબંધ લોકો રોજગારી માટે ટ્રેનમાં અપડાઉન કરે છે. કોરોના મહામારીને કારણે ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવ્યા પછી,

સંખ્યાબંધ લોકોને રોજગારી મેળવવામાં તકલીફ ઉભી થઇ છે. જોકે ખાનગી વાહનોનું ભાડું ખૂબ ઊંચું હોવાને કારણે ઘણાંએ નોકરી છોડી દીધી છે, ક્યાં તો ગુમાવવી પડી છે સરકારી, ખાનગી અને કારખાનાઓમાં કામ કરનારાઓને આર્થિક ફટકો પડયો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં નોકરિયાત કે કારીગર વર્ગને દૈનિક વેતનની મોટાભાગની રકમ ખર્ચી નાંખવી પડે છે. જોકે, ટ્રેન સેવા શરૂ થઈ નહીં હોવાને કારણે આસપાસના નાના મોટા કારખાનેદારો અને ઉદ્યોગકારોને મોટી તકલીફ કારીગરોની વેઠવી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here