લોકડાઉનની અફવાને પગલે માર્કેટ મોલમાં લોકોની ભીડ જામી, સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા ધડ-માથા વિનાના મેસેજ પર ભરોસો ના કરવો, મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે વણસી જશે

મિલન કુવાડિયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં અનહદ વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટે સરકારને નિર્દેષ કર્યો છે કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે.જેને લઈને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે લોકડાઉન નું નામ સાંભળતા મોટા શહેરોની બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.લોકોએ લોકડાઉનની અફવાઓ અને ખોટી ચર્ચાઓથી ભરમાવાની તેમજ અધીરા બનવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા કોઈ મેસેજ પર ભરોસો ના કરો. ત્યારે શંખનાદ લોકોને અપીલ કરે છે કે અધીરા બનવાની કોઈ જરૂર નથી.

બોક્સ..

ભીડ થવાથી કોરોના વધુ ફેલાશે

હાલમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. ત્યારે ખોટી અફવાઓ અને ચર્ચાઓથી ગભરાઈને લોકોએ ભીડ ના કરવી જોઈએ. લોકડાઉનના ડરને કારણે થતી ભીડ વધુ ભારે પડી શકે છે. લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું ના જોઈએ. કોઈપણ પ્રકારનો ડર રાખવો ના જોઈએ. જો મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here