સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ધન ધતુડી ફતુડી ફિલ્મના કલાકારો સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના મહેમાન બન્યા.

બ્રિજેશ ગોસ્વામી
સિહોરના ગોપીનાથ મહિલા કોલેજ ખાતે ખાતે વધુ એક ગુજરાતી ફિલ્મનું ધન ધતુડી પતુડી પ્રમોશન કરવામાં આવ્યું હતું. જેના ડો અમિત ગલાણી, દીપા ત્રિવેદી, આકાશ ઝાલા, હેમાંગ દવે, તેમજ જાંબુચા વગેરે કલાકારો ગોપીનાથ કોલેજ ખાતે હાજરી આપી હતી આ ફિલ્મ કૉમેડીથી ભરપૂર છે.તમામ લોકો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા વધતી જાય છે અને દરેક ગુજરાતી ગુજરાતનાં કલાકરોને હાલ ખુબ પ્રેમ આપી રહ્યા છે. ‘એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મોથી દર્શકોએ મોઢુ ફેરવી લીધું હતું.

પરંતુ આજે ગુજરાતી ફિલ્મોની વસંત ફરીથી ખીલી ઉઠી છે, દર્શકો ગુજરાતી ફિલ્મો તરફ પાછા વળ્યા છે, એ ખુશીની વાત છે અને સરકાર પણ ગુજરાતી ફિલ્મોના ઉધ્ધાર માટે આગળ આવી છે તેના કારણે સારામાં સારી ફિલ્મો દર્શકોને મળતી થઇ છે’…આ વાત કહી હતી સિહોરના ગોપીનાથ કોલેજ ખાતે અતિથી બનેલા ગુજરાતી ફિલ્મ ધન ધતુડી ફતુડી ફિલ્મના કલાકારોએ અને અહીં કોલેજ ખાતે કલાકારોએ વાર્તાલાપ કર્યો હતો અગાઉ અનેક અર્બન ગુજરાતી ફિલ્મો આવી ચુકી છે અને તેમાંથી ઘણી સુપરડુપર હિટ પણ થઇ ચુકી છે. આજની ગુજરાતી ફિલ્મો બોલીવૂડ સમકક્ષ બનવા માંડી છે. કહાની, ગીતો, લોકેશન, નિર્દેશન એમ બધુ જ ધમાકેદાર હોય છે.

યુવા હૈયાઓને આજની ગુજરાતી ફિલ્મો વધુને વધુ પસંદ પડી રહી છે.અહીં ડો અમિત ગલાણી, દીપા ત્રિવેદી, આકાશ ઝાલા, હેમાંગ દવે, તેમજ જાંબુચા વગેરે કલાકારો પોતાના ફિલ્મના પ્રમોશન માટે ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ખાતે આવ્યા હતા ત્યાં હાસ રસથી ભરપૂર આ ફિલ્મ સહ પરિવાર જોવાલાયક માણવાલાયક ગુજરાતી ભાષાનું ગૌરવ કહી શકાય તેવી ફિલ્મ છે તો સહ પરિવાર સાથે કલાકારો ને બિરદાવવા અને ભાષાનું ગૌરવ વધારવા ફિલ્મ નિહાળવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પરિચય આચાર્યશ્રી યોગેશભાઈ જોશી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here