સિહોરની ગુંદાળા કેન્દ્રવર્તી શાળાનો ગંદકી અને રસ્તાના પ્રશ્નનો બે બે વર્ષે પણ નિકાલ નહિ…વાહ રે સરકાર


દેવરાજ બુધેલીયા
સ્વચ્છ ભારત ની છબી સિહોર નગરપાલિકામાં માત્ર કાગળ ઉપર જ છે. ખોટા ખોટા એવોર્ડ લાવીને સ્વચ્છતા નું નર્યું પ્રદર્શન કરી દેવામાં આવે છે. સિહોરના ગુંદાળા કેન્દ્રવર્તી શાળામાં જવા માટે એક તો સારો રસ્તો નથી અને બીજું ગંદકીના થરો અહીં જામ્યા છે. આ બાબતે શાળાના આચાર્ય નાથાણી એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી શાળાના મુખ્ય માર્ગમાં જ ગંદકી ના થરો જામ્યા છે.

બીજી તરફ લાઈન માટે થઈને અહીં ખોદવામાં આવેલ ખાડો પણ હજુ સુધી બુરવામાં આવ્યો નથી. શાળામાં આવા માટેનો મુખ્ય માર્ગ પણ અતિ બિસમાર હાલતમાં પડ્યો છે. અહીં સિહોરની તમામ શાળાઓ ના સરકારી પુસ્તકોનું વિતરણ શાળાઓને કરવામાં આવે છે. બીજી તરફ શાળા શરૂ કરવામાં આવે તો અહીં ખાડા માં પાણી ભરાય છે અને અકસ્માત માં કોઈ બાળક પડશે અને જાનહાની થાય તો તેની જવાબદારી કોની..

આ અંગે અનેક વખત નગરપાલિકા તેમજ ઉચ્ચ હોદેદારો ને જાણ કરવામાં આવેલ છે. પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. શૈક્ષણિક વડી કચેરીમાં પણ આ અંગે રજુઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારી શિક્ષણ સંકુલની બહાર ની દશા જોતા એવું લાગે કે અહીં કરતા કોઈ ગામડા આવેલ શાળાની હાલત પણ સારી હોય.

કમનસીબી કહેવાય સિંહોરની કે વિકાસની વાતો કરતી સરકારની શાસક પાલિકામાં જ વિકાસ દેખાતો નથી. તંત્ર સ્વચ્છતા બાબતે સિહોર માટે વામળું જ સાબિત થયું છે. હવે શાળાઓ કદાચ શરૂ થાય તે પહેલાં અહીં અકસ્માત ને નોતરું દેતા ખાડાઓ પુરી દઈ ને વ્યવસ્થિત રસ્તો કરી ગંદકી હટાવી દેવાય તો શાળા અને સિહોર માટે સારું કહેવાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here