ગુરૂનાનક જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી, ભંડારો, હિંડોળા દર્શન, આતશબાજી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં આજે ગુરૂનાનક જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શીખ અને સીંધી સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયો છે. ગુરૂભંડારો તેમજ રાત્રિના હિંડોળા દર્શન, આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની ભવ્ય પૂર્ણાહુતિ થશે. સિહોર સાથે જિલ્લામાં આવેલ ગુરૂદ્વારા સહિત ગુરૂનાનકદેવ મંદિરોમાં આજે રોશનીના શણગાર જોવા મળ્યા હતા.

શીખ અને સીંધી સમાજને ધર્મનો રાહ બતાવનાર મહાનગુરૂ શ્રી નાનાકદેવજીની આજે જન્‍મ જયંતિ છે. સિહોર અને જિલ્લાના ગુરૂદ્વારા અને ગુરૂમંદિરોમાં આજે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટયા હતા. જય જયકારથી વાતાવરણ ધર્મમય બની રહ્યુ છે. શહેરભરના ગુરૂદ્વારા અને ગુરુ મંદિરોમાં છેલ્લા એક સપ્‍તાહથી પ્રભાતફેરી, પ્રાર્થના, સત્‍સંગ, પાઠ સાહેબ, શબદ કિર્તન, સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

દરમિયાન આજે અંતિમ ચરણમાં દિવસભર વિશેષ કાર્યક્રમોના આયોજનો થયા છે. કોઇ સ્‍થળે હીંડોળા દર્શન તો કોઇ સ્‍થળે લંગર પ્રસાદ અને સત્‍સંગના કાર્યક્રમો આયોજીત થયા છે. ભાવિકોએ ગુરૂગ્રંથ અને ગુરૂનાનક દેવની પ્રતિમા ઉપર ફુલહાર ચઢાવીને આરતી પૂજન કર્યુ હતું. આ ઉપરાંત ગ્રંથ સાહેબને રેશમી તથા મખમલી રૂમાલો પહેરાવી ભાવવંદના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here