ગુરૂપૂર્ણીમાનો મહીમા ગુંજયોઃ ગુરૂવંદના કરી શિષ્ય સમુદાય ધન્ય

બે દિવસનો સંયોગ, સિહોર અને પંથકમાં આજે બીજા દિવસે પણ ગુરૂ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

હરેશ પવાર
ગુરૂપૂર્ણીમાના પવાન અવસરે ભાવિક ભકતોએ આજે ગુરૂપૂજા કરી હતી. શહેરમાં આવેલ ધર્મસ્થાનો પર દર્શન અને પૂજા આરતીનો લાભ લેવામાં આવ્યો હતો.જીવનમાં સાચા ગુરૂ મળી જાય તેનો બેડો પાર થઇ જાય. જ્ઞાનનો પ્રકાશ રેલાવી અજવાળા કરતા આવા ગુરૂઓને વંદના કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણીમા! આ વર્ષે સતત બે દિવસ સુધી ગુરૂપૂર્ણીમાની ઉજવણી થઇ.

ગઇકાલે પણ ગુરૂ પૂજા થયેલ અને અનેક જગ્યાએ આજે ગુરૂવંદના કરવામાં આવી છે ગુરૂઆશ્રમો અને મંદિરોમાં શિષ્ય સમુદાયે દર્શન, પૂજન, અર્ચનનો લાભ લઇ ધન્ય બન્યા બન્યો હતો.સિહોરમાં અષાઢ પૂર્ણિમા એટલે ગુરૃપૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂજન, આરતી, અને કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બે દિવસ ગુરૃપૂર્ણિમાનો સંયોગ હોવાથી આજે શનિવારે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં થયું છે સિહોરના ગૌતમેશ્વર મંદિર મોંઘીબા જગ્યા સહિતના મંદિરો ખાતે સવારે પૂજન, આરતી, વિધિ અને કિર્તન ભક્તિના કાર્યક્રમ યોજાયા હતા ભક્તોએ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું. પૂજન, આરતી, ભજન, સંધ્યાપાઠન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here