૧૦૮ ના મુસ્લિમ ભાઈને ૧૮૧ ની બહેનોએ રાખડી બાંધી કોમી એકતાનું ઉદાહરણ આપ્યું

હરેશ પવાર
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગઇકાલે ભાવવિભોર સાથે ઉજવાયો બહેન એના ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષાની પ્રાર્થના કરતી હોય છે. સિહોર GVK EMRI ની સેવાઓના કર્મચારીઓ દ્વારા ગઈકાલે સિહોરના સરકારી દવાખાના ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

અહીં વિશેષમાં કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ૧૦૮ ના મુસ્લિમ ભાઈને ૧૮૧ની કાઉન્સેલર બહેનો દ્વારા રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.

અહીં રક્ષાબંધન ની ઉજવણીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર શિલ્પાબહેન અને વૈશાલિબહેન એ ૧૮૧ અભયમ ના પાયલોટ પ્રકાશભાઈ, ૧૦૮ ઇમરજન્સી સેવાના ઈકબાલભાઈ, ભરતભાઇ અને અજયસિંહ તથા ખીલખીલાટના લાલુભાઈને રાખડી બાંધીને આ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તમામ ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here