સંસ્થાની ધો ૧ થી ૮ મંજુરી શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવી, રજૂઆતના પગલે સંસ્થાની સ્થળ તપાસમાં અનેક ગેરરીતિઓ બહાર આવી, સંસ્થાએ તાત્કાલિક અમલ કરવો અન્યથા કડક કાર્યવાહીના પણ આદેશ

શંખનાદ કાર્યાલય
સિહોર ખાતે આવેલી શિક્ષણિક સંસ્થા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદનો કેડો મુકતું નથી સંસ્થા ગેરરીતિ અને ગેરકાયદેસર ચાલતી હોવાની રજુઆતો અગાઉ થયેલી છે અને આ મામલે વિવાદો પણ થયેલા છે જ્યારે એનએસયુઆઈ ભાવનગરના પવન મજેઠીયા દ્વારા ગેરકાયદેસર ચાલતી શિક્ષણીક સંસ્થાને રદ કરવાની માંગણી સાથે રજુઆત કરવામાં આવી હતી જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા શિક્ષણ વિભાગની સ્થળ તપાસ બાદ અનેક ગેરરીતિઓ બહાર આવી છે.

શાળાનું મકાન ટ્રષ્ટના નામે નથી, રમત ગમતનું મેદાન અંગે નિયમ અનુસાર જોગવાઈ મુજબ આધારો રજૂ કરેલ નથી, શાળા મકાન હેતુફેર થયેલ નથી, શાળા પાસે મેદાન ન હોવા છતાં નકશામાં બતાવેલ છે, સહિતની સંસ્થાની અસંખ્ય ગેરરીતિઓ બહાર આવી છે જેના કારણે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી સિહોરના સ્થળ રિપોર્ટ બાદ જેતે સમયે ટ્રષ્ટી દ્વારા ઓનલાઈન અરજી ડેટા એન્ટ્રીમાં ખોટી વિગતો રજૂ કરેલ તેમજ શાળાના મકાનની જમીન ટ્રષ્ટના નામે કે માલિકી નથી ઓનલાઈન અરજી કરતા સમયે જમીન બાબતે ખોટી વિગતો રજૂ કરેલ છે.

બી.યુ.પી સર્ટીફિકેટ ગઢડા નગરપાલિકા દ્વારા અપાયેલ છે ઓનલાઇન અરજી સમયે ખોટી વિગતો ભરી મંજૂરીની ફાઇલમાં રજૂ કરેલ આધારો બનાવટી અને ખોટા રજૂ કરવામાં આવેલ અને સ્થળ તપાસ કરવા આવેલ અધિકારીએ સંસ્થાની માન્યતા રદ કરવા સ્પષ્ટ અભિપ્રાય ઉચ્ચકક્ષાએ આપ્યો હતો જેના પગલે આધાર પુરાવા રજૂઆતો અને મળેલી ફરિયાદો તારણો વગેરે વિગતોને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગ દ્વારા સંસ્થાની માન્યતા રદ કરી દેવા આદેશ કર્યા છે એટલું જ નહીં શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી સ્થાનિક શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે અને તાકીદે અમલવારી કરવાના હુકમ કરવામાં આવ્યો છે અન્યથા કાર્યવાહીના પણ આદેશ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે

બોક્સ..

અહીં અભ્યાસ કરતા વિધાર્થીઓની સાથે એનએસયુઆઈ હતું છે અને રહેશે તમામ વિધાર્થીઓ દ્વારા ભરેલી ફી પરત મળે તે માટે આવતીકાલે રજૂઆત અને આવેદન જરૂર પડે આંદોલનનો તખ્તો ઘડાઈ ચુક્યો છે સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી જશે જરૂર પડે તો આ મામલે આંદોલન કરવાની પણ અમારી તૈયારીઓ છે અને જવાબદાર અધિકારીઓ આ મામલે સસ્પેન્ડ થાય તેવી માંગણી પણ એનએસયુંઆઈ કરશે
– પવન મજેઠીયા એનએસયુઆઈ ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here