સિહોરના જ્ઞાનમંજરી શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી થઈ ગઈ

દેવરાજ બુધેલિયા
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ જન્માષ્ટમી પર્વ નિમિતે શાળાના કેમ્પસમાં ભવ્યતિભવ્ય મોડર્ન કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં શાળાના શિક્ષકગણ દ્વારા વિવિધ જાતનો અન્નકોટ ધરવામાં આવેલ તથા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ડાન્સ અને વક્તવ્ય આપવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી વી.ડી નકુમ પ્રિન્સિપાલ તથા દરેક સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને આનંદભેર પૂર્ણ કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here