અંતિમ દિવસ – ૩

ત્રણ દિવસ ચાલેલા રમોત્સવમાં અનેકવિધ રમતોનું આયોજન, હજારોની સંખ્યામાં બાળકોએ જીતની દોડ લગાવી, સતત ત્રણ દિવસ બાળકોને ઇનામો આપવામાં આવ્યા, વિધાર્થીઓ રાજીના-રેડ, રમોત્સવના રંગમંચ પર શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા, સંસ્થાનું સફળ આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર જ્ઞાનગંગા મોર્ડન સ્કૂલ સંસ્થા આયોજિત ત્રણ દિવસના રમોત્સવ આજે રંગારંગ સંપન્ન થયો છે મોર્ડન સ્કૂલના પટાંગણમાં ગુરુવારના રોજથી શરૂ થયેલ રમોત્સવ સિહોર નગરપાલિકાના નગરપતિ દીપ્તિબેન ત્રિવેદી અને સંસ્થાના વિક્રમભાઈ નકુમ અને ભરતભાઈ નાકરાણીની હાજરીમાં ત્રિદિવસીય રમોત્સવને ખુલ્લું મુકાયા બાદ ગઈકાલે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનેક રમતો સાથે હજારો વિધાર્થીઓ જીતની દોડ લગાવી હતી અને આજે રમોત્સવના અંતિમ દિવસે મોર્ડન સ્કૂલના યોજવામાં આવેલ.

ત્રિ-દિવસીય રમોત્સવમાં આજે ત્રીજા દિવસે શાળાના ૫૦૦ થી વધારે બાળકોએ ભાગ લીધો હતો જેમાં ચક્રફેક, ગોળાફેંક, ઉંચીકુદ, લાંબીકુદ, સંગીત ખુરશી, ફુટબોલ, બરછી ફેંક, ત્રિપગીદોડ, ગેટ રેડી ફોર સ્કુલ,શુક ઈટ અપ, સ્કેઈગ રેસ,થ્રો એન્ડ બાસ્કેટ,સ્ટેડિગ પૂલ નૂડલ્સ હોપ એન્ડ ફિલ, લીંબુ ચમચી જેવી રમતોનું આયોજન થયેલ જેમાં આજે ત્રીજા દિવસના ખાસ કાર્યક્રમમાં રણજીત ટ્રોફી પ્લેયર ક્રિકેટર સંદિપ મણીયાર, પીઆઇ ડી.ગોહિલ, સિહોર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા, નગરપાલિકા ચેરમેન અશ્વીન બુઢનપરા, નગરસેવીકા સોનલબેન જાની, સવિતાબેન ગોહિલ તેમજ શાળાના ટ્રસ્ટી વિક્રમભાઈ નકુમ ઉપસ્થિત રહી વિજેતા વિધાથીઁઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના પીટી શિક્ષક કિશનભાઈ તેમજ ભરતભાઇ મોરી, કૌશલબેન પડિયા, સત્યમભાઈ રાણા, અજિતસિંહ મોરી, રાજલક્ષ્મીબેન નાયર, હેતલબેન દવે પ્રદીપભાઈ ચાવડા, પન્નાબેન ત્રિવેદી સાગરભાઈ, વિવેકભાઈ સહિત સમગ્ર સ્ટાફ મહોત્સવને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી અને રમોત્સવના રંગમંચનું સફળ આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here