આજે સતત બીજા દિવસે સંસ્થાના ૧૨૦૦ રમતવીરોએ ભાગ લીધો, વિવિધ રમતોનું આયોજન, ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને નવાજવામાં આવ્યા,

રમોત્સવના રંગમંચ ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો બાળકો બની ક્રિકેટના મેદાનમાં બેટ બોલ લઈ ઉતર્યા, સમગ્ર શહેર રમોત્સવ ફીવર, આવતીકાલે છેલ્લો દિવસ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ સંસ્થા આયોજિત શિયાળુ રમોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમને લઈ આજે બીજા દિવસે સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૨૦૦ થી વધુ વિધાર્થી રમતવીરોએ જીત માટે દોડ લગાવી હતી ગઈકાલથી મોર્ડન સ્કૂલના પટાંગણમાં શરૂ થયેલ રમોત્સવનો પ્રારંભ આજે બીજા દિવસે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરાયો હતો કાર્યક્રમ સંસ્થાના વિક્રમભાઈ નકુમ, જિલ્લા ભાજપના ભરતભાઈ મેર, શંખનાદ સંસ્થાના મિલન કુવાડિયા, રાકેશભાઈ છેલાણા, હિતેશ મલુકા, પ્રકાશ રાણા સહિત આગેવાનો અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી વિવિધ રમતોની શરૂઆત મીટર રનિંગ, મીટર રીલે રેસ, ક્રિકેટ સહિત અલગ અલગ રમતોમાં સંસ્થાના ૧૨૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી રમતવીરને રમોત્સવના રંગમંચ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રમતોમાં સુંદર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકો માટે સંસ્થા ઈનામોની વણઝાર કરી હતી સરકારનું સૂત્ર “રમશે ગુજરાત જીતશે ગુજરાત” બરોબર અહીં ફિટ બેસે છે રમોત્સવના રંગમંચ પર હાજર આગેવાનો બાળક બની બેટ બોલ સાથે ક્રિકેટના મેદાનમાં રમતવીરો સાથે ઉતર્યા હતા છેલ્લા બે દિવસ ચાલતો રમોત્સવ સમગ્ર શહેરમાં એક ફીવર અને ઉત્સવનો માહોલ બની ગયો છે.

સંસ્થાના વિક્રમભાઈ નકુમ અને સ્ટાફ દ્વારા જબદસ્ત આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસના કાર્યક્રમને સફળ બનાવવા મોર્ડન સ્કૂલના પીટી શિક્ષક કિશનભાઈ તેમજ ભરતભાઇ મોરી, કૌશલબેન પડિયા, સત્યમભાઈ રાણા, અજિતસિંહ મોરી, રાજલક્ષ્મીબેન નાયર, હેતલબેન દવે પ્રદીપભાઈ ચાવડા, પન્નાબેન ત્રિવેદી સાગરભાઈ, વિવેકભાઈ સહિત સમગ્ર સ્ટાફ મહોત્સવને સફળ બનાવવાની તૈયારી અમે જહેમત ઉઠાવી રહ્યો છે રમોત્સવનો આવતીકાલે છેલ્લો દિવસ છે જે મોર્ડન સ્કુલના પટાંગણ આયોજન થનાર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here