અનેક રમતોનું આયોજન, ૫૦૦ થી વધુ વિધાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો, આવતીકાલે બીજા દિવસે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમોત્સવ યોજશે જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલનું જબરદસ્ત આયોજન, જામી પડશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલ સંસ્થા આયોજિત ત્રિ-દિવસીય શિયાળું વાર્ષિક રમોત્સવનો આજથી પ્રારંભ થયો છે આ મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે મોર્ડન સ્ફુલના પટાંગણમાં ત્રીદિવસીય રમોત્સવ આજે ખુલ્લો મુકાયો છે આજથી શરૂ થયેલ જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ગ્રાઉન્ડમાં ત્રિ-દિવસીય રમતોત્સવના પ્રથમ દિવસે સિહોર નગરપાલિકા પ્રમુખ નગરપતિ અને શહેરના પ્રથમ નાગરિક શ્રીમતિ દિપ્તીબેન ત્રિવેદી નગરપાલિકા ઉપ પ્રમુખ ચતુરભાઈ રાઠોડ તથા શાળાનાં ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ નકુમ તથા ભરતભાઈ નાકરાણીની સવિશેષ ઉપસ્થિતિમાં વિવિધ રમતોનું આયોજન થયું હતું.

જેમાં ખો-ખો,કબડ્ડી, રન એન્ડ ફિલ, કિક ધ બોલ, સ્લો સાઈકલીંગ જેવી રમતો યોજાયેલ આજે પ્રથમ દિવસે શાળાનાં ૫૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો શાળાનાં ભૂતપૂર્વ વિધાર્થી કે જેઓ નેશનલ તેમજ સ્ટેટ લેવલ વિજેતા બન્યા હોય જેઓ પણ ખાસ રમોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ને હાજરી આપી હતી અને રમોત્સવમાં ભાગ લીધેલ અને ક્રમાંક મેળવેલ બાળકોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા હતા આ રમોત્સવ ત્રણ દિવસ ચાલનાર છે આવતીકાલે બીજા દિવસે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમોત્સવનું આયોજન થશે રમોત્સવના બીજા દિવસની તૈયારીઓ આજે સમી સાંજથી શરૂ કરીને સંધ્યા પૂર્વે તૈયારીઓને આખરી ઓપ દેવાયો છે.

જ્ઞાનમંજરી મોર્ડન સ્કુલ ત્રિ-દિવસીય રમોત્સવ આયોજિત આવતીકાલે બીજા દિવસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવિશેષ મહાનુભવોની હાજરીમાં રમોત્સવ યોજશે અતિથિઓ હાજરી આપશે ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોર્ડન સ્કૂલના ભરતભાઇ મોરી, કૌશલબેન પડિયા, સત્યમભાઈ રાણા, અજિતસિંહ મોરી, રાજલક્ષ્મીબેન નાયર, હેતલબેન દવે પ્રદીપભાઈ ચાવડા, પન્નાબેન ત્રિવેદી સાગરભાઈ, વિવેકભાઈ સહિત સમગ્ર સ્ટાફ મહોત્સવને સફળ બનાવવાની તૈયારી અમે જહેમત ઉઠાવી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here