ખુદારીનું જીવન : સિહોર ખાતે ભરતભાઈ ચા વાળાની કિટલીએ કામ કરતો વિજય ઉર્ફે કાળુ ભલે અનાથ રહો પણ એમના વિચારો બળવાન છે
સલીમ બરફવાળા
જિંદગીમાં દસ વર્ષની પત્રકારત્વ લાઈનમાં અનેક માણસોને જોયા છે જેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ પહાડ કરતા મોટી હોઈ છે પણ તેમણે પહાડ કરતા મોટા પ્રશ્નો અને મુશ્કેલીઓ પર વિજય મેળવ્યો છે આપણી આસપાસ એવા માણસો રહે છે જેની મુશ્કેલી અને પરેશાની ખૂબ હોવા છતાં તે વિચારોના બળવાન હોઈ છે તેવા જ એક પાત્રની આજે આપડે વાત કરવી છે હાલની સ્થિતિ પ્રમાણે મીડિયા લાઈનમાં ક્રાઈમ અને પોલિટિક્સ સમાચારો પાછળ પત્રકારોએ દોડ મૂકી ત્યારે અમને લાગે છે કે આપણે આપણી આસપાસ ફરતા માણસને વાંચવાની શરૂઆત કરીએ
આ અમારો પહેલો પ્રયાસ છે આજની વાતની શરૂઆત કરીએ તો સિહોરના ટાવર ચોકમાં આવેલી ભરતભાઇ ચા વાળાની ચાની કીટલીએ કામ કરતો વિજય ઉર્ફે કાળુ મૂળ સિહોરના રહેવાસી કામધંધા અર્થે જામનગર ગયા હતા કહેવાય છે ને કે ગરીબ હોઈ એમના નસીબ પણ ગરીબ હોઈ છે અને એ ગરીબોની દશા બગડી જતી હોય છે જામનગર ખાતે ધંધાની શોધમાં ગયેલા વિજયના માતાપિતા અકાળે મૃત્યુ પામ્યા પરિવાર નિરાધાર બન્યો અને ફરી જામનગરથી તેઓ સિહોર પરત આવતા રહ્યા તે સમયે કાળુ અને પરિવારને પેટની ભૂખ તો લાગે છે
પણ ભૂખ લાગે ત્યારે શું ખાવું તે એક કોયડો હતો અહીં કામધંધાની શોધમાં હતા ગરીબી અને પેટની ભૂખ માણસ પાસે ગમે તે કરાવી શકે, ઘરનો ચૂલો કેમ સળગે તેની ચિંતામાં પરિવારના પેટ માટે વિજય ઉર્ફે કાળુએ દુકાને દુકાને ફરી માંગવાની શરૂઆત કરી કારણકે પેટની ભૂખ ધર્મ જોતું નથી વિજય ઉર્ફે કાળુ ગરીબ હોવા છતાં તેની પાસે બળવાન વિચારો છે તેણે મનોમન નક્કી કર્યું છે કે હવે આપડે મહેનત કરી લેવી છે હવે તે પહેલાં જેવી જિંદગી નહીં જીવે. કાળુ પોતાની જાત સાથે લડનારો માણસ છે તેથી તેને વિપરીત પરિસ્થિતિઓ હરાવે તે વાતમાં માલ નથી.
ખિસ્સામાં કાણી પાઈ પણ નહોતી છતાં તેઓએ મહેનત કરી લેવાનું મનોમન વિચાર્યું હાલ તે કાળું ભરતભાઇની ચા ની કીટલીએ નોકરી કરે છે અમારે રોજજે ઓફિસ વર્ક પૂરું કર્યા પછી બધા મિત્રો ગપ્પા મારવા બે ઘડી ભરતભાઇને ત્યાં એકઠા થઈએ છે હવે વિજય ઉર્ફે કાળું કહે છે સાહેબ માંગવા કરતા મહેનત કરી લેવી છે હું મોટો થઈ ગયો છું હવે માંગુ તે સારું ન લાગે..મારો મોટોભાઈ દિનેશ કે જે ભંગારની ફેરી કરે છે હું અને મારો ભાઈ બે બહેનો અમે માસી સાથે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહીએ છે અમારા માસી પણ આંખેથી દિવ્યાંગ છે
કાળું જે ચા ની કિટલીએ કામ કરે છે તે ૨૪ કલાક ખુલ્લી રહે છે હાલ પણ બાળકોના અધિકાર માટે લડતા એનજીઓ માટે કદાચ આ બાળ મજુર હશે પણ એ બાળ મજૂરનો કાયદો કાળુના પરિવારનું ઘર ચલાવી શકતો નથી નાનપણમાં માતાપિતાનું અવસાન પછી પરિવારના પેટ માટેની જવાબદારી એ કપરી સ્થિતિનું વર્ણન કરવું ખૂબ કપરું બને છે ગરીબના બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે ઈશ્વર તેમને ગજ્જબની હિંમત અને શક્તિ આપે છે
આપડા ઘરના બાળકો જ્યારે મોંઘા મોબાઈલ માટે ગુસ્સો કરે છે માંગણી કરે છે ત્યારે મને લાગે છે આ વિજય ઉર્ફે કાળુ પાસે આપડે આપડા બાળકોને લઈ જવા જોઈએ કદાચ એમની માનસિકતા બદલી શકે આવા અનાથ બની ગયેલા બાળકો અપરાધ અને વ્યસનના રવાડે ચડી જતા હોય છે પણ આ કાળુએ ઈમાનદારીનો જ રસ્તો લીધો અને એની જીવનની મુસીબતોને પડકાર ફેંક્યો છે અને હવે કહે છે સાહેબ હવે માંગવા કરતા મહેનત કરી લેવી છે..