દર રવિવારે ૧૦ વાગ્યે, દરેક વ્યક્તિ પોતાના ઘરની તપાસ- સાફ સફાઈ માટે ૧૦ મીનીટ ફાળવે, દર મંગળવારે પાણીના પાત્રો ઘસીને સાફ કરી આખો દિવસ સૂર્યપ્રકાશમાં રાખીએ તો મચ્છરે મૂંકેલા ઈંડાનો નાશ થાય અને મચ્છર ઉત્પત્તિ અટકે- ડ્રાય દિવસ ઉજવવાં તંત્રનો અનુરોધ

હરેશ પવાર
ચોમાસાની સિઝન એટલે મચ્છર ઉત્પતિનો સમય..અને દૂષિત પાણી ભળવાથી પાણીજન્ય રોગચાળો મોટાપાયે થતો હોય છે. તંત્ર દ્વારા ઝૂંબેશ ચલાવાય અને લોકોનો સહયોગ મળે તો તે આપણે અટકાવી શકતા હોઈએ છીએ. આ માટે સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિતની સીધી દેખરેખ હેઠળ સિહોરના વિસ્તારો લીલાપીર, રામનાથ, રાજીવનગર, એકતા સોસાયટી, તરશીગડા, જી.આઈ.ડી.સી. પોર્ટરીની ચાલી, રામનગર, મારવાદીનગર, ભોજવદરની કુલ ૭૩૮૬ વસ્તીને ૧૬૯૩ ઘરોની મુલાકાત લઈને ૬૪ ઘરો પોરાવાળા શોધીને

તેને એક મચ્છર ચોખા પાણીમાં ૧૫૦ જેટલા ઈંડા મૂકે છે અને તેમાંથી મચ્છર બનીને કરડે તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા થઈ શકે માટે તમામ ચોખ્ખા પાણીથી ભરેલા પાત્રોને ઢાંકીને રાખવામાં આવે, પોરાવાળા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો તેવી સમજણ અપાઈ હતી. દૂષિત પાણી હાલ ભળી શકે માટે ૨૦ મીનીટ સુધી પાણીને ઉકાળીને ઠંડુ કરવાથી ઝાડા, ઉલટી, કોલેરા, ટાઈફોઈર્ડ, કમળો થાય નહીં તેવી સમજણ અપાઈ હતી.

આ ઝુંબેશને સફળ બનાવવામાં અર્બન હેલ્થની ટીમ, આરોગ્ય કર્મચારી, આશાબહેનો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, ઉસરડ, સોનગઢ, સણોસરાના આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરો સર્વશ્રી વિક્રમભાઈ પરમાર, રામદેવસિંહ ચુડાસમા, મિતેશભાઇ ગૌસ્વામી, રાજદીપસિંહ ગોહિલ, રાહુલભાઈ રમણા, સાજનભાઈ હાડગરડા, દીપકભાઈ નાથણીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઈ હતી. તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત તથા જિલ્લાનાં પ્રતિનિધિ રાજીવભાઈ દ્વારા ટાયરો ઢંકાવવા, દૂર કરવા અને ટીમોને ચેક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here