પૌરાણિક વિરાસતની જાળવણી કરવા ભાવનગરના કુંવરીબા બ્રિજેશ્વરીબા એ ઝુંબેશ હાથ ધરી છે

મિલન કુવાડિયા
ભાવનગર હેરિટેજ પ્રીઝરવેશન સોસાયટી દ્વારા તા. ૨૩ ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ સિહોરના દરબારગઢ ખાતે સવારે ૮ થી ૧૦ દરમ્યાન ચિત્રકળા અને ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોરના ઐતિહાસિક ધરોહર જેવા વારસાને જાળવવા માટે એક અનોખો પ્રયાસ ભાવનગરના કુંવરીબા બ્રિજેશ્વરીબા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ઐતિહાસિક ઇમારતો જેમાં એઓ સમયે ભાવનગર મહારાજા નો ગઢ સિહોરમાં હતો.

જે હાલ ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયો છે. સિહોરના કલાત્મક ઐતિહાસિક વારસાને રંગોમાં ઝબોળીને કાગળ ઉપર કંડારીને વિવિધ રીતે સ્પર્ધકોએ રજૂ કરીને પોતાની કલા દર્શાવી હતી. ચિત્ર સ્પર્ધા સાથે ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું જેમાં સિહોરની ઐતિહાસિક સ્મારકોને કેમેરામાં કેદ કરીને તેની પ્રિન્ટ કાઢી સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં સ્પર્ધામાં જોડાયેલ.

સ્પર્ધકોને ભાવનગર મહારાજા ના રાજપુરોહિત પ્રદ્યુમ્નભાઈ જોષી દ્વારા રાજવી પરિવારનો શૌર્યવંત ઇતિહાસ થી માહિતગાર કરવામાં આવ્યા હતા. અહીં સ્પર્ધામાં સિહોરના યુવા અગ્રણી મિલનભાઈ કુવાડિયા અને અનિલભાઈ મહેતા હાજર રહ્યા હતાં અહીં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here