ખજુરમાં મોંઘવારીનો માર અસહૃ, ખાંડવાળા હાયડા લોકો માત્ર શકન પુરતા ખરીદે છે

દેવરાજ બુધેલીયા
અધર્મ પર ધર્મના વિજય સમા હોળીનો પર્વ નજીક આવી ગયો છે ત્યારે હોળીની પુજા-અર્ચનમાં વપરાતી સામગ્રીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પરંપરા સચવાય છે પરંતુ આધુનિકતા સમયમાં સામગ્રીમાં ફેરફાર થતો હોવાનું વેપારી વર્ગ જણાવી રહ્યો છે. હોળીમાં શ્રીફળ વધેરવાની પરંપરાના ભાગરૂપે નાળિયેરની માંગ પર્વના છેલ્લા દિવસોમાં વિશેષ રહે છે. જથ્થાબંના એક વેપારીના કહ્યા પ્રમાણે તેમની દુકાનેથી હજારો નાળિયેરનું વેંચાણ થશે. હજારોની સંખ્યામાં હોળીના નાળિયેર હોમાશે. અત્રે ઉલ્લેખનીય છે.

રાજ્યના મોટા શહેરોમાંથી આવતા શ્રીફળમાં જથ્થાબંધ ના ભાવથી છુટકમાં બમણા ભાવે વેચાય છે. જોકે આ વખતે ખજુરના ભાવ વધુ હોવાથી ખરીદી ઓવી થશે એવું લાગી રહ્યું છે. આમ હુતાશીની પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળીના પુજાપા માટેની બજાર ઘરાકીની રાહમાં છે બે દિવસમાં ખરીદાયેલા માલનુ વેંચાણ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here