અનેક પરિવારોને રોજીરોટી રળી આપતી ગાય માતા, છાણા વેચનાર પરિવારો દ્વારા ચાર-પાંચ મહિના પહેલાથી જ ગોબર એકત્ર કરવા સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે

દેવરાજ બુધેલીયા
ભારતના દરેક રાજ્યોની પોતાની આગવી સંસ્કૃતી, લોકજીવન અને તહેવારો છે. કેટલા બધા ભિન્ન-ભિન્ન રંગો છે. આમ આ દેશ અનેક રંગોના સમુહના રંગે રંગાયો છે ત્યારે ૧૦ માર્ચના ફાગણી પુનમના હુતાશણીના પર્વ પ્રસંગે હોલીકા દહન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેના માટેના છાણા રૂ ૫૦ થી લઈ ૭૦ ૮૦ પ્રતિ ૧૦૦ નંગ પ્રમાણેના ભાવ બોલાઈ રહ્યા છે. રાંધણગેસ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણોના ભાવની અગન જવાળાઓ લોકોને દઝાડી રહી છે ત્યારે બળતણનો પર્યાય બની શકે તેવા છાણાનો ઉપયોગ શહેરી જનજીવનમાં હોલીકા દહન પુરતો જ રહી ગયો છે.

હોળીના તહેવાર નજીક આવતા છાણા બજાર પણ ગરમ રહે છે. પરંતુ ચાલુ સાલે વધુ ભાવ ચુકવવા પડે તો નવાઈ નહિ. મો માંગ્યા ભાવ ન મળતા હોવાનું છાણા બનાવીને વેંચતા લોકોએ કહ્યું કે કાયમી ગ્રાહકો હોવાનું કહી ઓછા ભાવે છાણા માંગે છે અને શરમા-શરમીમાં ના પણ નથી પાડી શકાતી.  દિવાળી આસપાસ એટલે કે ચારથી પાંચ માસ અગાઉ જ વહેલી સવારે ગાયનું છાણ એકઠું કરવા શહેરની ગલીઓમાં ફરવું પડે છે.

બોક્સ..

‘હોળીના હોડાયા દયો, માથે વીસ છાણા દયો’

હોળીના આગમન સાથે જ શેરીઓમાં ગલીઓમાં આવું સાંભળવા મળતા સાંજના ફુરસદના સમયે નાના છોકરાઓની ટોળકી નીકળી પડતી અને ઘરેઘરે ફરી હોળી માટે છાણા એકઠા કરતા. પરંતુ આધુનિક યુગમાં ફુરસદનો સમય ટીવી-મોબાઈલ એ લઈ લીધો હોઈ શહેરોમાં આ બધુ ભુલાતું જાય છે. પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા હજુપણ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here