થોડા સમય પહેલા અમદાવાદની દુર્ઘટના બાદ સિહોરની કેટલીક હોસ્પીટલ અને ક્લીનીકને નોટીસ આપી હતી : કેટલા સંચાલકોએ પાલન કર્યું તે સૌથી મોટો સવાલ છે
હરેશ પવાર
રાજકોટની શિવાંદન કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ઘટનામાં દર્દીઓના મોત બાદ સિહોર નગરપાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. અમદાવાદની દુર્ઘટના બાદ સિહોર તંત્રએ અનેક હોસ્પીટલ ક્લીનીકનો સર્વે કરી ફાયર સેફ્ટીની સુવિધા માટે નોટીસ આપી હતી. નોટિસ બાદ આજ સુધી કેટલી હોસ્પીટલ અને ક્લીનીકમાં ફાયરની સુવિધા પૂરતી છે અને કેટલા સંચાલકોએ પાલન કર્યું છે તે એક મોટો સવાલ છે.
હવે રાજકોટની દુર્ઘટના બાદ સિહોર નગરપાલિકા તંત્રએ ફરીથી નોટીસ આપવાની કામગીરી શરૂ કરવા સાથે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરી છે. રાજકોટની દુર્ઘટના બાદ આજે સાંજના સમયે સિહોર નગરપાલિકા વિભાગે શહેરની વિવિધ હોસ્પીટલ અને ક્લીનીકમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી હાથ ધરી છે. આ પહેલાં શહેરની હોસ્પીટલ અને ક્લીનીકનો સર્વે કરીને ફાયર સેફ્ટની સુવિધા ઉભી કરવા માટેની તાકીદ કરી હતી.
જેમાં હજી સુધી અમુક હોસ્પીટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી છે. આજે કેટલીક હોસ્પીટલ ક્લિનિક સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટેની તાકીદ કરવામાં આવી છે કામગીરીમાં વિજયભાઈ વ્યાસ દિલીપભાઈ ગોહેલ સુનિલ ગોહિલ અને ધર્મેન્દ્ર ચાવડા જોડાયા હતા