મો મીઠું કરાવી બોર્ડના વિધાર્થીઓનું પરીક્ષા કેન્દ્રમા રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત, ભાજપ કોંગ્રેસ આગેવાનો એ પુષ્પ સાથે આપ્યા શુભાષીશ

હરેશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી
આજથી સિહોર સહિત રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો શુભ આરંભ થઈ ગયો છે. સિહોરમાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર આજે પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. અહીં પરિક્ષાર્થીઓ ને રાજકીય આગેવાનો દ્વારા મો મીઠું કરાવીને બેસ્ટ ઓફ લક કહ્યા હતા. શાળા પરિવાર દ્વારા પરીક્ષાને લઈને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

સરકારી તંત્ર દ્વારા પરિક્ષાર્થીને કોઈ અગવડ પડે નહીં તે માટે સાબદી વ્યવસ્થા કરી નાખવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં હળવાશ થી બેસીને પરીક્ષા માં પેપર લખી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.
ક્લાસમાં પ્રવેશ પહેલા મોબાઈલ, ટેબલેટ, સ્માર્ટ વોચ, એક્ઝામ પેડ સહિતની વસ્તુઓ બહાર કઢાવી હતી ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારથી જ વાલીઓ તેમના સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી દોરી ગયા હતા. વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતું

બોક્સ..

બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ ગુજરાતીનું પેપર સરળ

આજે ધોરણ ૧૦નું પ્રથમ ગુજરાતી પેપર ખૂબ જ સરળ નીકળતાં વિધાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.આ પેપરમાં મુખ્યત્વે આખા વર્ષ દરમ્યાન વિધાર્થીઓ એ આપેલી કસોટી માંથી નીકળ્યા હતા જેમાં નિબંધમાં રાષ્ટ્ર્રીય એકતા અને રાષ્ટ્ર્રીય અખંડિતતા ,વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, પ્રવાસ જીવન ઘડતરમાં સ્થાન અને સ્વચ્છતા અભિયાન પર અહેવાલ પૂછવામાં આવ્યો હતો.
આજે પેલું પેપર સહેલું નીકળતાં પેપર આપીને નીકળેલા વિધાર્થીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. ધોરણ ૧૦માં પરીક્ષા પ્રથમ વખત જ બોર્ડની પરિક્ષા આપતા હોવાથી તેઓ થોડા ટેન્શનમાં પણ હતા પણ પેપર સરળ નીકળતાં તેઓએ હાશકારો અનુભવ્યો હતો.


અંદર સંતાનોની અને બહાર વાલીઓની પરીક્ષા

સંતાનોની સાથોસાથ વાલીઓની પણ જાણે કસોટી હોય તેમ આજ સવારે પરીક્ષા કેન્દ્રો ઉપર દૃશ્યો સર્જાયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ નજરે પડે છે. આ તસ્વીર પણ કહી રહી હતી કે અંદર સંતાનો અને બહાર વાલીઓની પણ પરીક્ષા ન હોય..


પોલીસકર્મીઓએ ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ

સિહોર શહેર અને જિલ્લામાં આજથી ધો-10 અને ધો-12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આજે સવારે ધો-10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવી હતી. સિહોર શહેર ખાતે પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપ્યા બાદ મોઢું મીઠુ કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here