વાવાઝોડા ની આફત વચ્ચે સિહોરમાં પર હોર્ડિગ્સ-બેનર્સનો ઝંળુબતો ખતરો

સંદીપ રાઠોડ
સિહોર સહિત ભાવનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ભાવનગર સહિત વિસ્તારોમાં બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે, છતા પણ સિહોર શહેર ઠેર-ઠેર આડેધડ ખકડાયેલા છે બેનરો-હોર્ડિગ્સ.હવે તો આ હોર્ડિગ્સ શહેરના રોડ-મુખ્ય મધ્યમાર્ગો પર દબાણ રૂપે ઉતરી પડયા છે સિહોરમાં ગંભીર જોખમરૂપ બેનર્સ-હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરવામાં તંત્ર કેમ નથી દેખાડતુ સ્ફુર્તી?

તારીખ ૪ અને ૫ ના રોજ સુધીમા તીવ્ર વાવાઝોડું ત્રાટકવાની વકી સેવાઈ રહી છે. આખેઆખી ગુજરાત સરકાર આ આફતને ટાળવા, અસર ઓછી કરવાની દીશામાં યુદ્ધના ધોરણે ભગીરથ પ્રયાસો હાથ ધરી રહી છે સિહોરનગર પાલિકા જાણે કે તંત્ર કુંભકર્ણિ નિંદ્રામાં હોય અથવા તો પછી એક યા બીજા કારણોસર આંખ મિચામણા કરી રહ્યા હોય તેવો તાલ થતો જોવાઈ રહ્યો હોવાનો રોષ સાથેનો ગણગણાટ ઉભો થવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here