એક જ સ્થળ પર સૌથી મોટો વાહન મેળો યોજાયો, વાહન લોન સાથે ગોલ્ડ અને પ્રશ્નનલ લોન પણ ઉપલબ્ધ સ્થળ, કદાચ આટલું મોટો વાહન મેળાનું સિહોરમાં પ્રથમ વખત આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ટાઉનહોલ ખાતે આજે આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા સૌથી મોટું વાહન લોન મેળાનું આયોજન કરાયું હતું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આઈસીઆઈસીઆઈ બેન્ક શાખાઓના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં સિહોરના ટાઉનહોલ રીબીન કાપીને મહાલોન મેળો ખુલ્લો મુકાયો હતો આઈસીઆઈસીઆઈ બેન્કના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અને નગરપાલિકા ચીફ ઓફિસર બરાડ સાહેબની ખાસ હાજરીમાં મહાલોન મેળો ખુલ્લો મુકાયા બાદ ટાઉનહોલ ગ્રાઉન્ડમાં નવા વાહનોનો જમાવડો કરવામાં આવ્યો હતો.

એક સ્થળ પર તમામ કંપનીની ફોર વ્હીલ, દરેક કંપનીના ટુવ્હીલ, બુલેટ, લોડિંગ વાહનો, સહિત ,ઈકિવપમેન્ટ લોન,ગોલ્ડ લોન, ટ્રેકટર લોન, પ્રશ્ર્નલ લોન સહિત ની લોનની તમામ કાર્યવાહી સ્થળ કરવામાં આવી હતી શહેરના લોકોએ મહાલોન મેળાનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે કદાચ સિહોરમાં પ્રથમ વખત આટલો મહાલોન મેળો આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા આયોજન કરાયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here