સિહોરમાં અગાઉ કરતા હાલ ૨૫ ટકા જ સટ્ટો રમાઈ રહ્યો છે

બુકીઓએ પંટરોની ક્રેડિટ પણ ઘટાડી નાખી, પેમેન્ટના ઈશ્યૂને કારણે ઘણાં બુકીઓ સટ્ટાથી અળગા

દેવરાજ બુધેલીયા
ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકીઓ માટે આઈપીએલ કમાણી માટેની સિઝન કહેવાય છે. સૌથી વધુ સટ્ટો આઈપીએલના મેચો પર રમાય છે. પરંતુ હવે કોરોનાને કારણે બુકી બજારમાં પણ તીવ્ર મંદીના વાદળો ઘેરાઈ ગયા છે. જેની સ્પષ્ટ અસર આ વખતે આઈપીએલના મેચો ઉપર રમાતા સટ્ટા પર થઈ છે. અગાઉ કરતા માત્ર ૨૫ ટકા જ સટ્ટો રમાઈ રહ્યાનું સૂત્રો કહી રહ્યા છે હાલમાં કોરોનાની અસર બુકીઓ અને પંટરો ઉપર પણ મોટા પાયે પડી છે. ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ જતાં, બેકારી, મુખ્ય બજારોમાં હજુ પણ લોકડાઉન જેવી સ્થિતિ સહિતના કારણોસર અને માર્કેટમાં પૈસાની અછતને કારણે હવે આઈપીએલમાં માત્ર ૨૫ ટકા સટ્ટો રમાઈ રહ્યો છે એટલું જ નહીં બુકીઓએ હવે પંટરોની ક્રેડિટ પણ ઘટાડી નાખી છે.

મંદીને કારણે પેમેન્ટના પણ વાંધા પડે તેને ધ્યાને લઈ કેટલાક બુકીઓએ તો આઈપીએલના સટ્ટાથી દૂર રહેવામાં જ શાણપણ સમજ્યું છે.આમ તો દુનિયામાં રમાતા તમામ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાય છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા છ માસથી બુકીઓ સાથે પંટરો પણ નવરાધૂપ થઈ ગયા હતા. આઈપીએલ આવતા ફરીથી બુકીઓ અને પંટરો સક્રિય થઈ ગયા છે. છેલ્લે છ એક માસ પહેલાં પાકિસ્સાનમાં રમાયેલી  પ્રીમીયર લીગ અને શ્રીલંકામાં રમાયેલી ઈંગ્લેન્ડ-શ્રીલંકાની સિરીઝ કે જે બંને કોરોનાને કારણે અધવચ્ચે પડતી મુકાઈ હતી તેમાં સટ્ટો રમાયો હતો. ત્યારબાદ છ મહિનાથી ક્રિકેટ પર કોઈ સટ્ટો રમાયો જ નથી. બુકી બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંટરો પણ તીવ્ર નાણાંભીડના કારણે ઓછો સટ્ટો રમી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here