સિહોરના ઇશ્વરીયા અન્ડરબ્રિજ પાણી ભરાવવાની સમસ્યા હવે કદાચ હળવી થશે, રેલવે મેનેજરે સ્થળ મુલાકાત લીધી

દેવરાજ બુધેલીયા
ગત શનિવાર તા ૬ના રોજ સિહોર નજીક ઇશ્વરીયા ગામના લોકોની વેદના સમસ્યા તકલીફ અને પડતી મુશ્કેલી સામે તંત્ર સુધી લોકોનો અવાજ પોહચાડવાનો નાનકડો પ્રયાસ શંખનાદે કર્યો હતો ગત શનિવારની વાત આજના શનિવારે એટલે કે આઠ દિવસ બાદ તંત્રના અધિકારીઓના કાન લોકોની સમસ્યાની વાત પોહચી છે અને રેલવેના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી છે કદાચ હવે લોકોની સમસ્યાનો અંત આવે તેવું હાલ જણાઈ છે વાત એવી છે સિહોર નજીક ઇશ્વરીયા ગામ આવેલુ છે.

જ્યાં લોકોની સમસ્યા એવી હતી કે રેલવેના અંડરબ્રિજમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાઇ જવાને કારણે આઠ દસ ગામોના લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ઇશ્વરિયા અને રેવા ગામને જોડતા માર્ગ પર રેલવે ગેટ નંબર -૧૯૨ અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીનો પાર નથી પાણી ભરાતા પાણીની સમસ્યાનો કાયમી અને નકકર ઉકેલ જરૂરી બની ગયો છે. આ અંગે ઇશ્વરિયા ગ્રામ પંચાયત સરપંચે સાંસદ સભ્ય ભારતીબેન શિયાળને અનેક વખતો રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.

જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો ત્યારે લોકોની મુશ્કેલી સમજીને એ વાત અમે ગત શનિવારે કહી હતી જે આજના શનિવારે તંત્રના કાને પોહચી છે અને રેલવેમાં અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી વિઝીટ કરી હતી અને કદાચ એટલે જ કહી શકાય કે હવે લોકોની મુશ્કેલીઓ ઓછી થશે…અને હા લોકોની મુશ્કેલીઓ સમજી તંત્ર અને નેતાઓ યોગ્ય કરે તો ભગવાન ઈશ્વર પણ રાજી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here