ઉમેદવારે ૨૭ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે

બ્રિજેશ ગૌસ્વામી
સ્વરોજગારી થકી રોજગારી મેળવવા માટે જરૂરી વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર ઓટો રીપેરર, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે જેવા અનેક વ્યવસાયોમાં કુશળતા પ્રાપ્ત કરવા અને ઔદ્યોગિક તાલીમ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સરકારી આઈ.ટી.આઈ. સિહોરમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ ઉમેદવારોને જણાવવાનું કે તા.૧/૭/૨૦૨૦ થી આઈ.ટી.આઈ.ની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ હોય તમામ લાયકાત ધરાવતા અને પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો યુવાનોએ તા.૨૭/૭/૨૦૨૦ સુધીમાં આઈ.ટી.આઈ.ની વેબસાઈટની મુલાકાત લઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આઈ.ટી.આઈ. સિહોર અથવા નજીકની કોઇપણ આઈ.ટી.આઈ. ખાતે ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો અને નોંધણી ફી આપીને જમા કરાવવાની રહેશે. વધુમાં ઉમેદવારોને પ્રવેશ સબંધીત ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે, ફોર્મમાં ભરવાની વિગતો, બાબતે શૈક્ષણિક વિગતો જેવી કે માર્ક્સની વિગતો, ભરવી પ્રયત્નોની સંખ્યા દર્શાવવી વગેરે કોઈ પણ પ્રકારના પ્રશ્ન કે મૂંઝવણ બાબતે આઈ.ટી.આઈ. સિહોરનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ. સિહોરની યાદીમાં જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here