તાલુકાની ૩૦ જેટલી વિવિધ શાળાઓમાંથી ૫૦૦ થી વધુ વિધાર્થીઓએ સ્પર્ધામાં જોડાયા, કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલ્યો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ની જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ માં ભાવનગર ની જાણીતી સુમેટો કેમિકલ ઇન્ડિયા લી ની એક્સેલ એક્સપ્રેશન 2019 ના હેઠળ પ્રતિયોગીતા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 કલાક થી જ સ્પર્ધાને લિલી ઝંડી આપીને ખુલી મુકવામાં આવી હતી. વિધાર્થીઓની પ્રતિભાને ખીલવવા તેમજ યોગ્ય દિશા મળે તેવા હેતુથી એક્સેલ એક્સપ્રેશન દ્વારા ભવ્ય સ્પર્ધાનું આયોજન સિહોરના આંગણે કરવામાં આવ્યું હતું. અહીં સ્પર્ધાઓ માં ચિત્ર સ્પર્ધા, લોકગીત સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને લોક નૃત્ય સહિતની અનેક સ્પર્ધાઓ ગોઠવવામાં આવી હતી. સિહોર તાલુકાની આશરે 30 જેટલી શાળાઓ અહીં સ્પર્ધામાં જોડાઈ હતી. આશરે ૫૦૦ થી વધુ વિધાર્થીઓએ પોતાની પ્રતિભાઓથી સ્પર્ધાઓમાં ચારચંદ લગાવી દીધા હતા.

ગર્લ્સ સ્કૂલના આંગણે સવારથી જ મેળાવડો જામી ગયો હતો. સિહોરમાં વિવધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ આગેવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહીને વિધાર્થીઓનો વિશ્વાસ વધારી ને તેમની પ્રતિભાને વધાવી હતી. અહીં સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શહેરમાં અગ્રણીઓ આગેવાનો સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા જે જે મહેતા હાઇસ્કુલના મહિલા આચાર્ય સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું જબરદસ્ત સંચાલન સંસ્થાના શિક્ષક મુકેશભાઈ રાવળે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here