રથયાત્રા સમિતિના ભરતભાઈ મલુકા સાથે શંખનાદને સીધી વાત, સરકારની સૂચના અને ગાઈડલાઈન પ્રમાણ આયોજન થશે, હાલ સુધી કોઈ આયોજન કે નક્કી નહિ, શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ રથયાત્રા નીકળે છે,

મિલન કુવાડિયા
આગામી ૨૩ તારીખના રોજ જગન્નાથ રથયાત્રા છે દર વર્ષે સિહોરના ત્રણ અલગ અલગ સ્થળોએથી રથયાત્રા નીકળે છે પરંતુ કોરોના સંક્રમણને લઈને ચાલુ વર્ષે રથયાત્રાઓ નીકળવા મામલે અસમંજસ પરિસ્થિતિ સર્જાઈ છે.સિહોર શહેરમાં ત્રણ સ્થળોએ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. પરંતુ ચાલુ સાલે કોરોના સંક્રમણ અને લોકડાઉન વગેરે ધ્યાને લઈ આ રથયાત્રાઓ નીકળશે કે કેમ? તે માટે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. આયોજકોએ કોરોના સંક્રમણને લઈને સરકારની ગાઈડ લાઈન અને મંજુરી પ્રમાણે રથયાત્રા કાઢવાની વાત કહી છે.

સિહોરમાં ખૂબ મોટી રથયાત્રા દર વર્ષે નીકળે છે હાજરો લોકો યાત્રામાં જોડાઇ ભગવાનના દર્શન કરે છે પરંપરાગત નીકળતી રથયાત્રાના દર્શન કરવા પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી હોઈ રથયાત્રા અંગે શંખનાદ દ્વારા સિહોર રથયાત્રા સમિતિના ભરતભાઇ મલુકાનો સંપર્ક કરાયો હતો જેઓએ કહ્યું હતું કે સરકારના આદેશ અને ગાઈડલાઈન પ્રમાણે યાત્રાનું આયોજન થશે અમદાવાદ અને ભાવનગરના નિર્ણય પછી સિહોર ખાતે રથયાત્રા અંગેનું આયોજન નક્કી થશે હાલ સુધી અસમંજસ છે.

અને યાત્રા નીકળશે તો પણ મર્યાદિત લોકો અને ચોક્કસ અને અમુક વાહનો નક્કી કરાયેલા જોડાઈ શકશે તેવું ભરતભાઈએ કહ્યું હતું તેમણે કહ્યું હતું કે યાત્રાને લઈ ત્રણેક હજાર માસ્ક પણ બનાવાયા છે જે માસ્ક રથયાત્રાને એકાદ બે દિવસની વાર હોઈ ત્યારે વિતરણ થશે અંતમાં ભરતભાઈએ કહ્યું હાલ સુધી રથયાત્રા અંગે નક્કી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here