જાંબાળા ગામના ખેડૂતનો અનોખો રોષ, અપૂરતા ભાવને લઇ ફ્લાવર-કોબી નો પાક માલઢોર હવાલે કર્યો, પાંચ વીઘામાં ઉત્પાદન કરેલો પાક ઘેટા-બકરા ખાઈ રહ્યા છે.

૧ રૂ. કિલો ના ભાવે કોબી-ફ્લાવર યાર્ડમાં વેચાણમાં જઈ રહ્યા છે, ખેતરમાંથી તોડવાની મજુરી પણ ખેડૂતને મોંઘી પડી રહી છે, ખેડૂતોની હાલત કફોડી, સરકાર સામે નારાજગી વ્યક્ત કરી.

સલીમ બરફવાળા
સિહોર તાલુકાના જાંબાળા ગામના એક ખેડૂતે પાંચ વીઘામાં તૈયાર થયેલો ફ્લાવર-કોબી નો ઉભો પાક પૂરતા ભાવો ના મળતા માલઢોર ને હવાલે કરી દીધો છે. ૧ રૂ.કિલો જેવા સામાન્ય ભાવે યાર્ડમાં વેચાણ થતી ફ્લાવર-કોબી ને ખેતરમાંથી બહાર કાઢવાની મજુરી પણ મોંઘી પડતી હોય જેથી ખેડૂતે કંટાળી જઈ પોતાનો ફ્લાવર-કોબીનો પાક ઘેટા-બકરા, ગાય ભેંસ ને હવાલે કરી દીધો હતો. સિહોર તાલુકાના જાંબાળા ગામના એક ખેડૂતે પોતાની ખેત પેદાશના અપૂરતા ભાવથી નારાજ થઇ પાક માલઢોર ના હવાલે કરી દીધો હતો. સિહોરના જાંબાળા ગામના માધાભાઈ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં કોબી-ફ્લાવર નું વાવેતર કર્યું હતું.

થોડા સમય અગાઉ તમામ શાકભાજીના ભાવો પૂરતા મળતા હોય જેથી ખેડૂતો ખુશ જણાતા હતા પરંતુ હાલ તમામ શાકભાજીના ભાવો તળિયે છે. જેમાં યાર્ડમાં હોલસેલ ભાવ તો ૧ રૂ. કિલો જેટલા હોય ખેડૂતો ને તેનો પાક ખેતર માંથી મજુર પાસે એકત્રિત કરાવવા ની પણ મજુરી પણ મોંઘી પડતી હોય જેથી તેમના પાંચ વીઘામાં રહેલો પાક માલઢોર ને હવાલે કરી દઈ પોતાની નારાજગી જાહેર કરી હતી. આ તકે તેના શેઢા પાડોશી અને માલધારી એવા અન્ય ખેડૂત પણ આ બાબતે પોતાની નારાજગી જાહેર કરી સરકાર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

જેમાં સરકાર ખેડૂતો ને પ્રોત્સાહન આપતી ના હોય તેમજ જે પાક તૈયાર થાય છે તેના સમયે પૂરતા ભાવો પણ મળતા નથી જેથી ખેડૂતો ને આ છૂટકે આવા પગલા ભરવા પડે છે. થોડા સમય એક ખેડૂતે અપૂરતા ભાવો મળતા ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દઈ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ એક ખેડૂતે તેનો ટામેટા નો પાક માલઢોર હવાલે કર્યો હતો ત્યારે આજે વધુ એક ખેડૂતે આવું ફરી કરવા મજબુર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here