સિહોર JCI પ્રમુખની ઝોન ૭ ના સેક્રેટરી પદે નિમણુંક
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર JCI ના પ્રવર્તમાન પ્રમુખ સમીર બેલીમની JCI પ્રદેશ ઝોન ૭ માં ઝોન સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેસીઆઈ પ્રમુખ યુવા સમીર બેલીમ સામાજિક કાર્યોમાં ખૂબ આગળ પડતા છે. સિહોરમાં આ સંસ્થા હેઠળ અનેક સામાજીક કામગીરી કરી રહી છે. તેમની ઉત્કૃટ કામગીરી જોઈને તેમને ઝોનમાં એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સિહોર જેસીઆઈના હોદેદારો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સમીરભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી.